આણંદ BJPના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયોની લિંક પોસ્ટ થતાં ખળભળાટ, જાણો વિગત
આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અશ્લીલ પોસ્ટ મુકનારની તપાસ ચાલી રહી છે. અહીંનો કોઈ સ્થાનિક વ્યક્તિ આમાં સંડોવાયેલો નથી. આ વિદેશથી કોઈએ વાયરલ કરી છે. હાલ આ અંગેની અમે તપાસ કરી રહ્યા છે. અમે કાયદેસરની કાર્યવાહી કરવાની વિચારણા પણ ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘વિદેશી નંબર ઉપર હોટ ઔર સુંદર વિદેશી આન્ટી કો લાઇવ દેખીયે’ની લીંક હેઠળ અશ્લિલ વીડિયો મુકવામા આવતાં પક્ષના જ કેટલાક હોદ્દેદારોએ ક્લીપીંગ ખોલીને પોર્ન ફિલ્મ નિહાળી હોવાની ઘટનાએ સભ્યજૂથમાં છુપો આક્રોશ સહિત રમુજ જન્માવી છે.
આણંદ: આણંદ જીલ્લો બીજેપી નામના વોટ્સઅપ ગ્રુપમાં એક વિદેશના નંબર પરથી અશ્લીલ પોર્ન ફિલ્મની લીંક અપલોડ કરવામાં આવતાં તેમજ ભાજપના કેટલાંક પદાધિકારીઓએ આ લીંક ખોલી પોર્ન ફિલ્મ નિહાળતાં ચકચાર મચી ગઈ હતી. તેમજ આ વોટ્સઅપ ગ્રુપના પોર્ન ક્લીપની લીંક દર્શાવતાં સ્ક્રીન શોટ ફેસબુક અને વોટ્સઅપ ગ્રુપોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો.
આ આણંદ જીલ્લો બીજેપી વોટ્સઅપ ગ્રુપનો ગ્રુપ એડમીન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સોજીત્રાનો આઈટીસેલ અને સોશિયલ મીડિયાનો કન્વીનર સોહન પટેલ (સોહુ) હોવાનું પણ ગ્રુપના સ્ક્રીન શોર્ટ્સમાં નિહાળી શકાય છે. પોર્ન ફિલ્મની ક્લીપો ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં મુકવામાં આવતાં અને કેટલાંક સભ્યોએ આ લીંક ખોલી પોર્ન ફિલ્મ નિહાળતાં ચકચાર મચી ગઈ હતી.
ભાજપના હોદ્દેદારો અશ્લીલ પોસ્ટ મુકનારને શોધી કાર્યવાહી કરવાની વિચારણા ચાલી રહી છે. આણંદ જીલ્લો બીજેપી નામના વોટ્સઅપ ગ્રુપમાં વિદેશના એક નંબર પરથી અશ્લીલ પોર્ન ફિલ્મની લીંકો અપલોડ કરી હતી. જે કેટલાંક સભ્યોએ આ લીંક દર્શાવતાં વોટ્સઅપ ગ્રુપના સ્ક્રીન શોર્ટ્સ પાડીને તેને ફેસબુક અને વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ કરતાં ખળભળાટ મચી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -