રાજકોટઃ શહેરમાં નાના બાળકોના સંતાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જો તમે ધ્યાન નહીં રાખો તો પછી પાછળથી પછતાવાનો વારો આવ્યો છે. શહેરના ભવાનીનગરમાં રહેતી 10 વર્ષીય બાળકીએ ટીવી પર આવતી સિરિયલો જોઇને પ્રેરાઇને આપઘાત કરી લીધો હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. જો આવું બન્યું હોય તો આ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
પરિવારે પોલીસને કરેલી વાત એવી છે કે, 10 વર્ષીય બાળકી સતત ક્રાઇમની સિરિયલો જોતી હતી. આ બાળકીએ પરિવાર કોઈ ધાર્મિક પ્રસંગે દીકરીને ઘરે મૂકીને ગયો હતો. આ સમયે ઘરે કોઈ ન હોય તેણે આપઘાત કરી લીધો છે. હવે આ સિરિયલોના પ્રભાવથી આપઘાત કર્યો હોવાનું પરિવારનો દાવો છે. જોકે, સાચી હિકકત તપાસ પછી સામે આવશે.
શહેરમાં ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકીએ આપધાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક બાળકી શહેરના ભવાનીનગરમાં રહેતી હતી. 10 વર્ષની ખુશાલીએ ગળા ફાસો ખાઈ આપધાત કરી લીધો છે. પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને બીજી તરફ બાળકીએ આપધાત કરી લીધો. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી. બાળકીના પરિવારે કહ્યું ક્રાઇમની સિરિયલો જોતી હતી. બાળક દરરોજ ક્રાઈમની સિરિયલો જોતી હતી.
વાપીઃ વાપીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક યુવતીએ યુવકને પોતાને ઘરે બોલાવી તેની સાથે શરીર સુખ માણ્યું હતું. બંને શરીર સુખ માણતા હોય તેનો વીડિયો ઉતારીને યુવતીએ યુકને બ્લેકમેઈલ કરતાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાપીમાં બનેલી આ ઘટનામાં એક યુવતીએ યુવક સાથે વોટ્સઅપના માધ્યમથી મિત્રતા કેળવી હતી. બંને વચ્ચે પહેલા વાતચીત શરૂ થઈ હતી ને પછી મળવાનું નક્કી કરાયું હતું. યુવતીએ યુવકને શરીર સુખ માણવા માટે પોતાના ફ્લેટ પર બોલાવ્યો હતો.
યુવતીના નિમંત્રણથી ફ્લેટ પર ગયેલા યુવકે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને શરીર સુખ માણ્યું હતું. યુવતીએ યુવક સાથે ફ્લેટમાં માણેલી અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો. એ પછી યુવતીએ બ્લેકમેઈલિંગ કરીને પોતે ઉતારેલી ક્લિપના બદલામાં રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. યુવક સેક્સ ક્લિપના બદલામાં રૂપિયા ન આપે તો પરિવારને વીડિયો બતાવવાની યુવતીએ ધમકી આપી હતી. યુવતીના સાગરિતે પણ યુવકને બદનામ કરવાની ધમકી આપી હતી. યુવતી દ્વારા સતત અપાતી ધમકી અને બ્લેકમેઈલિંગથી કંટાળીને યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં એક મહિલા અને એક પુરુષ સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.