કોડીનારઃ કોડીનારમાં 36 વર્ષીય યુવતી પિતરાઇ બહેનના દીકરા સાથે ભાગી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. યુવતી પોતાના પતિ અને બે દીકરાને છોડીને પ્રેમી સાથે ભાગી જતાં પતિએ કોડીનાર પોલીસમાં અરજી આપતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, 36 વર્ષીય પરિણીતાના 18 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમજ લગ્નથી તેમને 16 અને 12 વર્ષના બે દીકરા પણ છે. દરમિયાન આઠ મહિના પહેલા પરિણીતાને પિતરાઈ બહેનનો દીકરો ઘરે પોતાની સગાઈ માટે આવ્યો હતો અને આ સમયે યુવતીને બહેનના દીકરા સાથે આંખ મળી ગઈ હતી. તેમજ બંને પ્રેમમાં પડી ગયા હતા.
બીજી તરફ યુવક પણ હવે માસીના પ્રેમમાં પડી ગયો હતો અને તેણે માસી સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાંખ્યું હતું. આ પછી તેણે પોતાના પરિવારના સભ્યો સાથે મળીને માસીને ભગાડી જવાનું ષડયંત્ર યોજ્યું હતું. તેમજ ગત 20મી ફેબ્રુઆરીએ માસીને લઈને ભાગી ગયો હતો. પરિણીતા ઘરેથી 10 હજાર રૂપિયા અને સોનાની બુટી લઈને પ્રેમી સાથે નાસી ગઈ હતી.
એટલું જ નહીં, પોતાના પ્રેમસંબંધની વાત ઘરે કરી દેનાર મોટા પુત્રને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આ અંગે પરિણીતાના પતિએ પોલીસમાં અરજી કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
મીડિયા અહેવાલો પ્રમાણે માસીને ભગાડી જનાર પ્રેમીને અગાઉ જાફરાબાદ તાલુકાના એક ગામમાં થયા હતા. જોકે, પત્ની પણ બીજા પ્રેમી સાથે ભાગી ગઈ હતી.
Kodinar : પરીણિતાને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબધ ને ભાગી ગઈ, પતિએ માસી સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને ભાગી ગયાં...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Mar 2021 10:25 AM (IST)
આઠ મહિના પહેલા પરિણીતાને પિતરાઈ બહેનનો દીકરો ઘરે પોતાની સગાઈ માટે આવ્યો હતો અને આ સમયે યુવતીને બહેનના દીકરા સાથે આંખ મળી ગઈ હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -