કોરોના વિરુદ્ધના જંગમાં ગુજરાત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં હવે સામાન્ય જનતાનો પણ નંબર આવી ગયો છે. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ ફરી ફૂંફાડો મારી રહ્યા છે. ત્યારે તેના પર વાર કરવા માટે તૈયારી પણ થઈ ચુકી છે.

આજથી સામાન્ય જનતા માટે કોરોના વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. જેમાં 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. તો 45 વર્ષના લોકો કે જેઓ ગંભીર બીમારીથી પીડાય છે તેમને પણ રસી આપવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ રસીને પ્રથમ ડોઝ લીધો છે. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો. દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. જેમાં સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 45 વર્ષથી ઉપરની અને અન્ય બીમારી હોય તેવી વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવાનું શરૂ થયું છે.

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો. પુડુચેરીની હેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પીએમએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.

મહત્વનું છે કે હવે ખાનગી હોસ્પિટલોમાંથી પણ રસી લગાવી શકાય છે, જેના માટે સરકારે નિયત દર નક્કી કર્યો છે. રાજ્યસ્તરે ખાનગી દવાખાનાઓમાં વેક્સીનનો ચાર્જ એક ડોઝ દીઠ રૂપિયા 250 વસૂલવામાં આવશે. બીજી તરફ રસીકરણ માટે સરકાર રાજ્યભરમાં 500 રસીકરણ કેન્દ્રો ઉભા કરશે.