રાજકોટઃ પતિની પ્રેમિકાને ઢોર માર મારી ગુપ્તભાગમાં મરચું નાંખરનાર પત્ની અને તેની બહેનની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. નિકાવા રહેતું પ્રેમી યુગલ રાજકોટ આવતાં પ્રેમિકા પત્નીના હાથમાં આવી ગઈ હતી. જોકે, પતિ પત્નીને જોતો રીક્ષા લઈને નાસી ગયો હતો. યુવતીએ પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને પ્રેમીની પત્નીએ પકડી પાડી હતી. હાલ યુવતીની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.


આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના રીક્ષા ચાલક યુવકને નિકાવાની 39 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ હતા અને બંને નિકાવામાં છેલ્લા એક વર્ષથી રહેતા હતા. દરમિયાન પ્રેમી યુગલ રાજકોટ પારેવડી ચોક ખાતે આવ્યું હતું. બંને અહીં એક દુકાને ઊભા હતા, ત્યારે યુવકની પત્ની તેના પુત્ર સાથે આવી પહોંચી હતી. બીજી તરફ પત્નીને જોતાં પતિ રીક્ષા લઈને નાસી ગયો હતો અને પ્રેમિકાને પણ ભાગવાનું કહ્યું હતું. જેથી પ્રેમિકા ભાગીને નજીકમાં આવેલી મસ્જિદમાં જતી રહી હતી.


જોકે, પત્નીએ તેને પકડી લીધી હતી અને તેને ઝડપીને ત્યાં જ ઝૂડી નાંખી હતી. આ પછી તેને રીક્ષામાં બેસાડી દીધી હતી. રીક્ષામાં પણ તેને માર માર્યો હતો. દરમિયાન રસ્તામાં પરણીતાએ તેની બહેન અને તેના પુત્રને સાથે લીધો હતો અને સાથે એક જગ્યાએથી મરચાની ભૂકી પણ ખરીદી હતી. આ પછી ચેને અવધના ઢાળિયા નજીક ભૂત બંગલા પાસે લઈ આવ્યા હતા. 


અહીં પતિની પ્રેમિકાને નીચે ઉતારી ઢોર માર માર્યો હતો. તેમજ યુવતીને નિર્વસ્ત્ર કરી ગુપ્તભાગે મરચાની ભૂકી ભરી દીધી હતી. આ પછી યુવતીને કણસતી મૂકી ત્યાંથી તમામ નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીના પ્રેમીની પત્ની અને તેની બહેન સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.