રાજકોટઃ શહેરમાં આવાસ યોજનાના મકાનોમાં ચાલતા સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. રૈયાધારના આવાસ યોજનાનાં ફ્લેટમાં સેક્સરેકટ પર પોલીસે દરોડો કરી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ બે વખત આ જ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુનિવર્સિટી પોલીસને માહિતી મળી હતી કે, રૈયાધારની આવાસ યોજનામાં યુવતીઓને લાવી સેક્સરેકેટ ચલાવવામાં આવે છે. બાતમીને આધારે દુર્ગા શક્તિની ટીમે પ્રકાશ ઉર્ફે જોન્ટી જયંતીલાલ જીવરાજાણીનાં ફ્લેટમાં દરોડો કર્યો હતો. જ્યાંથી પોલીસે યુવતીઓને મુક્ત કરાવી હતી અને આરોપી પ્રકાશ ઉર્ફે જોન્ટી જીવરાજાણીની ધરપકડ કરી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ગઈ કાલે પોલીસે રૈયાધારમાં આવેલા 13 માળીયા કવાર્ટરમા દરોડો પાડ્યો હતો. દરોડામાં ફ્લેટ નંબર 301ના રૂમમાંથી બંગાળી યુવતી મળી આવી હતી. જ્યારે બીજો રૂમ બંધ હોવાથી પોલીસે દ્વાખટખટાવ્યો હતો. બીજા રૂમમાંથી 60 વર્ષના વૃદ્ધ યુવતી સાથે મળી આવ્યા હતા. પોલીસે દેહ વ્યાપાર ધંધો ચલાવનાર પ્રકાશ ઉર્ફે જોન્ટી ની ધરપકડ કરી તેના વિરોધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા લઇ 500 રૂપિયા પોતે રાખતો હોવાનું પણ જણાવ્યું છે.પોલીસે આરોપી પાસે રહેલ રોકડ તેમજ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ તપાસમાં આરોપી ભૂતકાળમાં પાસા હેઠળ પણ જેલ હવાલે થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ ફરી એક વખત ગુનાખોરીનો રસ્તો અપનાવતા પોલીસે ઝડપી પાડયો છે

પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, આરોપી પ્રકાશ અગાઉ પણ એ ડિવીઝન વિસ્તાર અને યુનિવર્સિટી વિસ્તારમાં સેક્સરેકેટમાં ઝડપાઇ ચુક્યો છે. આરોપીને પાસા પણ કરવામાં આવી હોવા છતાં પણ સેક્સરેકેટ ચલાવતો હતો. પોલીસ સુત્રો પ્રમાણે, યુનિવર્સિટી વિસ્તાર અને રૈયાધાર જેવા વિસ્તારમાં કોલેજીયન યુવતીઓને રૂપિયાની જરૂરીયાત હોવાને કારણે આ પ્રકારનાં ધંધામાં આવતી હોય છે. સાથે જ મોજ શોખ પૂરા કરવા માટે કોલેજીયન યુવતીઓ સેક્સરેકેટમાં ધકેલાતી હોય છે. આરોપી પ્રકાશની પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.