વાયરલ ખબર મુજબ, આ વખતે બોર્ડની પરીક્ષામાં પાસિંગ માર્ક 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવી છે. કોરોનાના કારણે પ્રભાવિત થયેલા અભ્યાસના કારણે વિદ્યાર્થીઓના હિતમાં આ ફેંસલો લેવામાં આવ્યો છે. વર્ષ 2021 બોર્ડની પરીક્ષામાં હવે વિદ્યાર્થીઓ માત્ર 100માંથી 23 માર્ક લાવી જ પાસ થઈ શકશે. જોકે પીઆઈબી ફેક્ટ ચેકે આ ન્યૂઝ ફેક હોવાનું જણાવ્યું છે.
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, દાવોઃ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 10મા અને 12મા બોર્ડની પરીક્ષામાં હવે પાસ થવા માટે 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવ્યા છે. આ દાવો ફેક છે. શિક્ષણ મંત્રાલયે આવી કોઈ જાહેરાત કરી નથી.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
ટીમ ઈન્ડિયાની ઐતિહાસિ જીતથી ગદગદ થયો આ ભારતીય ખેલાડી, વારાણસીમાં કાલ ભૈરવના કર્યા દર્શન
Farewell Speech: ટ્રમ્પે કેપિટલ હિલ હુમલાની કરી નિંદા, નવા રાષ્ટ્રપતિ બાઇડેનને લઈ કહી આ વાત
Education Loan Information:
Calculate Education Loan EMI