ભરૂચ: વાલિયા તાલુકાના લીંબેટ ગામે લોહીના સંબંઘો શર્મસાર થયા છે. સગા પુત્રએ કરી પિતાની હત્યા કરતા ખળળાટ મચી હયો છે. પુત્રએ ઢોર માર માર્યા બાદ પિતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. પોલીસે પુત્ર વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. જો કે આ હત્યા ક્યા કારણે કરવામાં આવી તેની માહિતી સામે આવી નથી.


પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા
સુરત: જહાંગીરપુરા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ થયો છે. ગત 20 મેના રોજ 28 વર્ષીય ચંદ્રશેખર બાગડી ટેરેસ પરથી નીચે પટકાયો હતો. ઘટના ના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં ચંદ્રશેખર નીચે પટકાય છે. ત્યાર બાદ પત્ની ભારતી મૃતકના ગળામાંથી દુપ્પટો કાઢી સાઈડમાં ફેંકે છે તેવો પરિવારનો આક્ષેપ છે. 


પત્ની ભારતી ચંદ્રશેખર બાગડીએ હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે. પત્નીએ પ્રેમી સાથે મળી પહેલા પતિની હત્યા કરી ત્યાર બાદ પતિને ટેરેસ પરથી નીચે ફેંકી નાટક કરતી હતી. જહાંગીરપુરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ હાથ ધરી છે. પરિવારે હત્યાની કલમ ઉમેરવા પોલીસ કમિશ્નરને રજુઆત કરી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવીમાં ચંદ્રશેખર નીચે પટકાય છે. ત્યાર બાદ પત્ની ભારતી મૃતકના ગળામાંથી દુપ્પટો કાઢી સાઈડ મેં ફેંકે છે તેવો પરિવારનો આરોપ. મૃતક સુરત મનપામાં સિક્યુરિટી માર્શલની નોકરી કરતો હતો. મૃતક સુરત મનપામાં સિક્યુરિટી માર્શલ ની નોકરી કરતો હતો.


પત્નીએ પતિની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
અમદાવાદઃ સોલા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ઘઈ છે. પતિની છરી મારી હત્યા કરી નાંખવામાં આવી છે. પતિ દરોજ પત્નીને માર મારતો હોવાનો આક્ષેપ. ગત રાત્રીના પતિ બાળકને માર મારતો હતો. બાળકને છોડાવવામાં પત્નીને પતિને છરી  મારી દીધી હતી. ચાંદલોડિયાની જય અદિતી સોસાયટીની ઘટના છે.