મહેસાણાઃ આજે દૂઘસાગર ડેરીની સાધારણ સભા પહેલા મારામારી થઈ હતી. આ હોબાળામાં મોઘજીભાઈ દેસાઈના પુત્ર દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ડેરીના સિક્યુરિટી ઇન્ચાર્જ જયંતિભાઈ ચૌધરીને ગોળી વાગી છે. જયંતીભાઈ ચૌધરીને મહેસાણા સિવિલમાં ખસેડાયા છે. દુધ સાગર ડેરી સાધારણ સભા પહેલા થયેલ મારામારી મામલે વિપુલ ચોધરીએ અશોક ચોધરી પર આરોપ કર્યાં હતા. ડેરીનો ભષ્ટ્રાચાર છૂપાવવા મોઘજીભાઈ ચૌધરી પર હૂમલો કરાયો છે. પૂર્વ આયોજીત કાવતરું રચી મારા સભ્યો પર હૂમલો કરાયો છે. આ મુદ્દે લડત આપીશું. ડેરીના પાવડર અને માખણ કોભાંડ દબાવવા ડેરીના પૂર્વ ચેરમેન પર હૂમલો થયો છે. મોઘજીભાઈની હત્યા કરવાનું કાવતરું  કરાયું હતું. 


મોઘજીભાઈને મળવા વિપુલ ચૌધરી પહોંચ્યા હતા. ડેરીની સાધારણ સભામાં વિપુલ ચોધરીના સમર્થકો અને મોઘજીભાઈ ચૌધરી હંગામો કરવા આવતા હતા, જેને અમારા સિક્યુરિટી ગાર્ડ રોક્યા હતા. સિક્યુરિટી ગાર્ડે રોકતા બબાલ કરી હતી અને અમારા ગાર્ડ પર ફાયરિંગ કર્યું. જેમા ગાર્ડને ઇજા થઈ છે, તેમ મહેસાણા ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. 


મોંઘજીભાઈ અનઅધિકૃત માણસોને અંદર લાવવા માંગતા હતા. હવામાં ફાયરિંગ કર્યું હોય તો છાતીમાં ગોળી કેવી રીતે વાગે. ડેરી આ મામલે ફરિયાદ કરશે. મોંઘજીભાઈને કોઈએ રોક્યા નથી. હથિયાર સાથે ડેરીમાં આવવાનું કારણ શું? મોંઘજીભાઈ ના પુત્ર એ સીધું ફાયરિંગ કર્યું છે.


ઉત્તર ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતાનું નિધન, અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા કાર્યકરો-સામાજિક આગેવાનો


બનાસકાંઠાઃ  કાંકરેજના પૂર્વ ધારાસભ્ય મગનસિહજી વાઘેલાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. માજી ધારાસભ્યના નિધનથી કાંકરેજ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શોકની લાગણી પ્રસરી. ગઈકાલે રાત્રે હૃદય રોગના હુમલાથી નિધન થયુ હતું. કાંકરેજ તાલુકામાં ભાજપ પક્ષમાંથી ૧૯૯૮માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અંતિમયાત્રામાં સમાજના આગેવાનો, રાજકિય નેતાઓ સહિત અંતિમયાત્રામાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્યના નિધનથી કાંકરેજ તાલુકા રાજપૂત સમાજમાં સૌથી મોટી ખોટ પડી.