પિતાએ પુત્રને નવી બાઇક લઇ આપવાની ના પાડતાં ગોળી મારી કરી હત્યા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Apr 2018 11:31 AM (IST)
1
પોલીસ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનાથ તિવારીએ કહ્યું કે, કૈલાશ નાથ યાદવ (ઉ.50) તેના પરિવાર સાથે જેલ રોડ પર રહે છે. મંગળવારે સવારે નવી અપાચે મોટરસાઇકલ ખરીદવાને લઇ નાના દીકરા શ્યામ અને તેમની વચ્ચે મામૂલી વિવાદ થયો હતો. જે બાદ શ્યામે તેના પિતાની ગોળી મારી હત્યા કરી દીધી અને ફરાર થઇ ગયો
2
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ. મૃતકની પત્નીના નિવેદનન આધારે આરોપી પુત્ર શ્યામ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે.
3
કોતવાલીઃ ઉત્તરપ્રદેશના જાલૌન જિલ્લાની ઉરઈ નગર કોતવાલી વિસ્તારના જેલ રોડ પર નવી મોટર સાઇકલ ખરીદવાને લઈ મામૂલી વિવાદમાં પુત્રએ મંગળવારે સવારે પિતાની લાઇસન્સવાળી રાઇફલથી ગોળી મારી હત્યા કરી દીધી હતી.
4
ઘટનાને અંજામ આપીને આરોપી પુત્ર ફરાર થઈ ગયો હતો. પોલીસ આ મામલે કેસ નોંધીને તપાસ કરી રહી છે.
= 4">