Consensual Relationship : એક અપરિણીત મહિલાએ સુપ્રીમ કોર્ટ પાસે પોતાના પેટમાં 23 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી માંગી છે. સર્વોચ્ચ અદાલતે મંગળવારે તેમની અરજી પર વિચાર કરવા સંમતિ આપી હતી. આ મહિલા સહમતિથી સંબંધને કારણે ગર્ભવતી બની છે.


દિલ્હી હાઈકોર્ટે મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. હાઈકોર્ટે ગત શુક્રવારે આ અરજી પર સુનાવણી કરતાં કહ્યું હતું કે, આ ભ્રૂણ હત્યા સમાન છે. સીજેઆઈ એન વી રમના, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હેમા કોહલીની ખંડપીઠને મહિલાના વકીલે જણાવ્યું હતું કે, આ અરજી પર કેસની હકીકતોને ધ્યાનમાં રાખીને તાકીદે સુનાવણી કરવાની જરૂર છે. આના પર ખંડપીઠે કહ્યું, "અત્યારે અમને કાગળો આપવામાં આવ્યા છે, અમે જોઈએ છીએ. '


16 જુલાઈએ જારી કરાયેલા આદેશમાં દિલ્હી હાઈકોર્ટની બેન્ચે અપરણિત મહિલાને 23 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે ગર્ભપાતના કાયદા હેઠળ સહમતિથી સંબંધની સ્થિતિમાં 20 અઠવાડિયાથી વધુની ગર્ભાધાનની મંજૂરી નથી.


ભેદભાવની અરજી પર હાઈકોર્ટે કેન્દ્રનો જવાબ માંગ્યો


હાઈકોર્ટે મંજૂરી તો નહોતી આપી પરંતુ મહિલાની અરજી પર કેન્દ્ર પાસે જવાબ માગ્યો હતો. મહિલાએ કહ્યું છે કે અવિવાહિત મહિલાઓને 24 અઠવાડિયા સુધી ગર્ભાવસ્થાના તબીબી ગર્ભપાતની મંજૂરીથી વંચિત રાખવું ભેદભાવપૂર્ણ છે.


પાર્ટનરે લગ્ન કરવાની ના પાડી દીધી


18 જુલાઈએ 24 અઠવાડિયાની ગર્ભવતી બની હતી. અરજદાર 25 વર્ષીય મહિલા છે. તેણે 18 જુલાઈએ ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા પૂરા કર્યા. તેણીએ કોર્ટને કહ્યું હતું કે તેના પાર્ટનરે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી જ્યારે તેઓની સંમતિથી સંબંધો હતા.


‘એક્ઝામ આપવી હોય તો પહેલા ઉતારો.....


કેરળમાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટ દરમિયાન છોકરીઓને કથિત રીતે બ્રા ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી. એક વિદ્યાર્થીના પિતાએ પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર ઘટનાની ફરિયાદ કરી ત્યારે મામલો સામે આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે, પરીક્ષા માટે હૉલમાં પ્રવેશ કરતા પહેલા સિક્યોરિટી ચેકમાં પોતાની બ્રામાં મેટલ હુક હોવાના કારણે બીપનો અવાજ આવ્યો હતો, ત્યારબાદ તેને બ્રા ઉતારવાની ફરજ પડી હતી.