સુરતઃ કતારગામના હીરાના વેપારીએ પરણીત યુવતીને નોકરીને લાલચ આપીને કારમાં જ પરાણે શરીરસુખ માણ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વેપારીએ પોતાના ડ્રાઇવરને બહાર વોચ રાખવા ઉભો રાખી યુવતી સાથે કારમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીને નોકરીને લાલચે કારમાં બેસાડી ઈચ્છાપોર ભેંસાણ રોડ પર પેટ્રોલપંપની સામે ખેતરમાં લઈ જઈ પરાણે સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 

Continues below advertisement


આ ઘટનાથી હેબતાઇ ગયેલી પરણીતા શનિવારે રાતે પોતાના પરિવાર સાથે ઈચ્છાપોર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે, બનાવા અડાજણ પોલીસની હદમાં બન્યો હોવાથી ત્યાં પોલીસ ફરિયાદ લેવામાં આવી હતી. પોલીસે 37 વર્ષીય ડાયમન્ડ બિઝનેસમેન સામે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે. 


પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, વેપારી 24મી ડિસેમ્બરના બપોરે પરિણીતાને નોકરી આપવાની વાત કરી અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે બોલાવી હતી. આરોપી ડ્રાઈવર સાથે ત્યાં આવી પરિણીતાને કારમાં બેસાડી ઈચ્છાપોર-ભેસાણ રોડ પર લઈ ગયો હતો. દરમિયાન વાત કરવાના બહાને આરોપીને કારમાંથી ડ્રાઇવરને ઉતારી દીધો હતો. આ પછી કાર ખેતરમાં લઈ જઈ કારમાં 24 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 


પરણીતા અગાઉ કાપોદ્રામાં હીરાના કારખાનામાં નોકરી કરતી હતી. આરોપીને પરણીતા સાથે મુલાકાત થતાં તેણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી કામ હોય તો કહેવા જણાવ્યું હતું. આથી પરિણીતાને નોકરી છૂટી જતાં આરોપીને સંપર્ક કર્યો હતો. 15 દિવસ પહેલા પરણીતાએ આરોપીને ફોન કર્યો હતો. તેમજ બંને મોબાઇલ પર વાત અને મેસેજ કરતાં હતા.