નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું નવું વર્ષ 2022 આવવાનું છે. આપ તમામ 2022ના સ્વાગતના તૈયારીમાં લાગ્યા છો, પરંતુ ઉત્સાહ અને ઉમંગ સાથે પણ આ સમય સાવચેત રહેવાનો પણ છે. આજે દુનિયાના ઘણા દેશોમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે સંક્રમણ વધી રહ્યું છે. ભારતમાં ઘણા લોકોના ઓમિક્રોન સંક્રમિત થવાના સમાચાર છે. દેશમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ થશે. PM મોદીએ મોટી જાહેરાત કરી છે.
PM મોદીએ કહ્યું, બધાને આગ્રહ છે પેનિક ન કરો સવાધાન રહો સતર્ક રહો માસ્કનો ભરપુર ઉપયોગ કરો. હાથને થોડી થોડી વારમાં ધોવાના છે. વારસન મ્યૂટન્ટ થઈ રહ્યો છે ત્યારે વાયરસનો સામનો કરવાની તાકત મલ્ટીપ્લાય થઈ રહી છે. ઈનોવેટીવ સ્પીરીટ વધી રહી છે. દેશ પાસે 18 લાખ આઈસોલેશન બેડ છે. 5 લાખ ઓક્સિજન સપોર્ટ બેડ 140 આઈસીયૂ બેડ છે. આઈસીયૂ નોનઆઈસીયૂ મળી 90 હજાર બેડ બાળકો માટે છે.
પીએમ મોદીએ કહ્યું કે વેક્સિન પર દેશ એક્શન મોડમાં છે. દેશમાં 141 કરોડ ડોઝ લાગી ચૂક્યા છે. આરોગ્યકર્મીઓ દ્વારા શ્રેષ્ઠ કામ થયું છે. પીએમ મોદીએ કહ્યું કે ઓમિક્રોનની ચર્ચા ઝડપથી ચાલી રહી છે. ભારતના વૈજ્ઞાનિક સંપૂર્ણ બારીકાઈથી નજર રાખે છે આ પર કામ કરી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી તેના નાગરિકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિ છે કે આજે ભારતે રસીના 141 કરોડ ડોઝના અભૂતપૂર્વ અને અત્યંત મુશ્કેલ લક્ષ્યાંકને પાર કરી લીધું છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સારવારની પૂરતી વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે 1 લાખ 40 હજાર ICU બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતની 61 ટકા પુખ્ત વસ્તીને રસીના બંને ડોઝ મળ્યા છે. તે જ સમયે, આ વય જૂથના 90 ટકા લોકોને રસીનો એક ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે નિયમોનું પાલન કરવાથી જ આપણને આ સમસ્યામાંથી બચાવી શકાય છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દૂરના ગામડાઓમાંથી 100% રસીકરણના સમાચાર આવે છે ત્યારે અમને ગર્વ થાય છે.
15-18 વર્ષી ઉંમરના બાળકો માટે દેશમાં વેક્સીનેશ શરુ થશે. 3 જાન્યુઆરીથી તેની શરુઆત થશે.
સ્વાસ્થ્ય કર્મીઓ માટે 10 જાન્યુઆરી 2022 થી પ્રીકેશન ડોઝ બૂસ્ટર ડોઝની શરુઆત થશે.
60 વર્ષથી ઉપરના ગંભીર બીમારીવાળા લોક માટે પણ પ્રીક્વેશન ડોઝ બૂસ્ટર ડોઝની શુરઆત થશે.