સુરત : સરથાણામાં ભુવાએ વિધિ કરવાના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સરથાણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. 42 વર્ષીય પરિણીતાને વિધિના નામે રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ વિરોધ કર્યો તો ભુવા એ કહ્યું કે વિધિ અટકશે તો તારો પતિ મરી જશે.
પરણિતાના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું. આરોપી ભુવો મનજી ઉર્ફે મનસુખ માડાંણી પોલીસ પકડથી દુર છે. આરોપી પરિણીતાના કૌટુંબિક દિયરનો કાકો સસરો થાય છે. ભોગ બનનાર મહિલાના પરિવારનો ભુવો ગુરુ બની ગયો હતો.
Ahmedabad : યુવકને પાડોશણ સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમિકાએ યુવકની પત્નિને કહ્યુંઃ તારા સસરા સાથે જલસા કરીને ખુશ રાખ....
અમદાવાદઃ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ પતિ અને તેના સસરા સામે ફરિયાદમાં ખૂબ જ મોટા આક્ષેપો કર્યા છે. યુવતીએ ફરિયાદ કરી છે કે, તેને પાડોશી યુવતી સાથે આડાસંબંધ છે. તેમજ તેના સસરા તેની સાથે અડપલા કરે છે. એટલું જ નહીં, યુવતીનો આક્ષેપ છે કે, તેની નણંદો પણ તેમના પિતાનો પક્ષ લઈ રહ્યા છે અને તેઓ કહે તેમ કરવાનું કહે છે. એટલું જ નહીં, પરણીતાએ તો ત્યાં સુધી આક્ષેપો કર્યા છે કે, પાડોશણે તેને સલાહ આપી હતી કે, તે પરણીતાના પતિને ખુશ રાખી રહી છે. પરણીતા તેના સસરાને ખુશ રાખે.
આ અંગેની વિગતો એવી છે કે, સોલા વિસ્તારની 31 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના વર્ષ 2020માં ગાંધીનગરના પેથાપુરમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિને આખા શરીરે ખરજવુ છે અને દાદર હોવાની જાણ થઈ હતી. પતિને કારણે પત્નીને પણ આ બીમારી લાગુ પડી હતી. જોકે, સંસાર ન બગડે તે માટે ચૂપ રહ્યા હતાં. દરમિયાન તેમની નણંદ દહેજ બાબતે મહેણાં મારતી હતી. એટલું જ નહીં, તેમના સસરા પતિની ગેરહાજરીમાં અડપલાં કરતાં હતા. આ અંગે પરણીતાએ પતિ અને નણંદને જાણ કરતા તેમણે સસરાનો પક્ષ લઈ ઝઘડો કર્યો હતો અને યુવતીને પિયર મુકી ગયા હતા. અંતે પરણીતાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્નના 1 મહિના સુધી પતિએ તેમને સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ તેમનું વર્તન બદલાઈ ગયું હતું. તેમજ રાતે પણ મોડા ઘરે આવતા હતા. થોડા સમય પછી પરણીતાને જાણ થઇ હતી કે પતિને પડોશમાં રહેતી યુવતી સાથે આડા સબંધ છે. જે બાબતે તેમણે પતિને પૂછતા ઝગડો કરી મારઝુડ કરી હતી.