Crime News : સુરતના કોસંબા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર યુવતી પર દુષ્કર્મ કરી હત્યા કરી નાંખવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે યુવતી પર દુષ્કર્મ કરી હત્યા નીપજાવનાર આરોપીની ધરપકડ કરી છે. આ અંગે સુરત પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ગત 29મી જુલાઇએ કોસંબા રેલવે સ્ટેશન ખાતે પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 પર કોઈ સ્ત્રીનો કણસવાનો અવાજ આવતાં પોલીસકર્મી મશરુભાઈ ત્યાં ગયા હતા. 


ત્યાં જઈને તપાસ કરતાં સ્ત્રી લોહીલૂહાણ હાલતમાં હોવાથી તેમને 108 બોલાવી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સિવિલ ખાતે યુવતીની સર્જરી કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. તેમજ સારવાર કરનાર ડોક્ટર સાથે વાત કરતાં યુવતીના ગુપ્તભાગે ઇજા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ ઇજાના નિશાન તાજેતરના જ હોવાનું જણાવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન પીડિતાનું મોત નીપજ્યું હતું. 


તબીબી તપાસ પછી રિપોર્ટ આવતાં યુવતીને ગુપ્ત ભાગે કોઈ પદાર્થથી ઇજા કરતાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ દિશામાં તપાસ કરતાં સમી ગુલામ કાદર (ઉં.વ.21)એ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. 


પોલીસે પીડિતા યુવતીની તપાસ કરતાં કામરેજ તાલુકાની હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતી છેલ્લા પાંચેક દિવસથી રેલવે સ્ટેશન પર આવતી હતી અને ભીખ માંગતી હતી. જ્યાં આરોપી સાથે તેને સંપર્ક થયો હતો. આરોપી સમીરના મગજમાં વિકૃત્તિ આવતાં તેણે આ કૃત્ય આચર્યું હતું. 


Lumpy Virus : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂજના આઇસોલેશન વોર્ડની લીધી મુલાકાત
કચ્છઃ કરછમાં લમ્પી વાયરસથી હાહાકાર મચી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા છે. અસરગ્રસ્ત ગાયો માટે ભુજના કોડકી રોડપર આવેલ આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી અને રાઘવજી પટેલ કલેકટર કચેરી અધિકારીઓ સાથે બેઠક કરશે. ભૂપેન્દ્ર પટેલ અને રાઘવજી પટેલ કચ્છમાં લમ્પી વાયરસની સમીક્ષા કરી રહ્યા છે. 


આજે લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરશે.  ભુજના કોડકી રોડ ઉપર બનાવામાં આવેલ આઇસોલેશન સેન્ટર અને વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધા બાદ ભુજ કલેકટરે કચેરી ખાતે ઉચ્ચ અઘિકારીઓ સાથે યોજશે બેઠક.


મુખ્યમંત્રી કચ્છ લમ્પીગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે ત્યારે કિસાન કોંગ્રેસના કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ અપેક્ષાઓ વ્યક્ત કરી. મુખ્યમંત્રી માંડવી, મુન્દ્રા, અબડાસા જેવા અતિ ભયંકર લંપીગ્રસ્ત વિસ્તારની મુલાકાત અવશ્ય લે. ખુલ્લામાં પશુ મૃત્યુદેહ સળી રહ્યા છે તે ભુજપુર ગામની તો અવશ્ય મુલાકાત લે. મુખ્યમંત્રીશ્રી જિલ્લાના તંત્ર પાસેથી ખરેખર મૃત્યુ પામેલા પશુનો સાચો આંકડો મેળવે ને જાહેર કરે.


ખોટા આંકડાઓ જાહેર કરવા બદલ તંત્ર સામે શું કાર્યવાહી કરી તે જાહેર કરે. પશુ મૃત્યુદેહને ખુલ્લામાં રજળતા નાખી દેવા બદલના કારણો જાણે અને લાપરવાહી બદલ જવાબદારને દંડે. કચ્છમાં ફોરેસ્ટના ઘાસચારાના ગોદામો ભરેલા પડ્યા છે એમાંથી ઘાસચારો આપવામાં આવે. પશુને ભુસુ, ગોળનું પાણી વગેરે એનર્જીવાળો ખોરાક માટે વ્યવસ્થા કરે. પશુ મૃત્યુના કારણે રોજીરોટી ગુમાવનાર માટે પશુ મૃત્યુ સહાય જાહેર કરવામાં આવે. વાસ્તવિક પરિસ્થિતિ જાણ્યા બાદ આ રોગને નાથવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે.