India Corona Cases Today: ભારતમાં ઓગસ્ટ મહિનાના બીજા દિવસે કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,734 નવા કેસ નોંધાયા છે અને 34 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,39,792 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,430 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,33,83,787 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 204,60,81,081 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 26,77,405 ડોઝ ગઈકાલે અપાયા હતા.
ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ
1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.
જુલાઈ મહિનામાં નોંધાયા 5.40 લાખથી વધુ કેસ
દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચોઃ
Ayman al-Zawahiri: 2 પત્ની, 7 બાળકો અને વ્યવસાયે સર્જન, જાણો કોણ હતો અયમાન અલ-ઝવાહિરી