Latest Surat Crime News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં વિચિત્ર હત્યા કરાયેલી લાશ મળી (Strange murdered body found) આવી હતી. પ્લાસ્ટિકના ડ્રમમાં લાશ (dead body found in plastic drum) મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. હત્યા કરી લાશને ડ્રમમાં મુકી, ઉપર કોંક્રિટ નાખી પેક કરી દેવામાં આવી  હતી. પ્લાસ્ટિકના ડ્રમમાં લાશ સાથે કપડાંના ડૂચા, રેતી ભરી દેવાઈ હતી. ડ્રમ લઇને પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતા. ભેસ્તાનના એકલારા-ભાણોદ્રા રોડ (Aklara-Bhanodra Road of Bhestan) પર અવાવરું સ્થળેથી (random place) ડ્રમમાં ભરેલી લાશ મળી આવી હતી




શું છે મામલો


સુરતમાં ભેસ્તાન વિસ્તારમાંથી યુવતીની પ્લાસ્ટિકના ડ્રમમાં હત્યા કરીને છુપાવેલી લાશ મળી આવી હતી. શંકાસ્પદ ડ્રમને પોલીસ સિવિલ હોસ્પિટલ (civil hospital) લઈ ગઈ હતી અને કટરથી કાપતા તેમાંથી સિમેન્ટની નીચેથી યુવતીની લાશ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ યુવતીને ગળે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાનું અને બાદમાં રેતી-સિમેન્ટ સાથે ડ્રમમાં તેની લાશ છુપાવીને ફેંકી દીધી હોવાનું સામે આવી રહ્યું હતું. ભેસ્તાન પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.


અવાવરું ડ્રમમાંથી મળી યુવતીની લાશ


વિગતો મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ અવાવરું જગ્યાએ પડ્યું હતું. ડ્રમમાં સિમેન્ટની વચ્ચે પગ જેવું કંઈક દેખાતા પોલીસને અંદર લાશ હોવાની આશંકા હતી. ડ્રમમાં રેતી અને સિમેન્ટ ભરવામાં આવ્યા હોવાથી તેનું વજન વધી ગયું હતું. આથી પોલીસે ટેમ્પામાંથી ડ્રમ મૂકીને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને અહીં ડ્રમને કટરથી કાપવામાં આવ્યું હતું. જે બાદ અંદરથી યુવતીની લાશ મળી આવતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.




2-3 દિવસ પહેલા યુવતીની હત્યા કરાયાનો અંદાજ


ડ્રમમાં યુવચીનું માથું અંદરની સાઈડ હતું અને લાશની ઉપર કાપડના ટુકડા, સિમેન્ટ અને રેતી ભરી દેવામાં આવ્યા હતા. જોકે લાશને છુપાવવા આચરાયેલી ક્રૂરતા જોઈને પોલીસ અને તબીબો પણ કંપી ઉઠ્યા હતા. મૃત યુવતી 30 વર્ષની આસપાસની હોવાનું અનુમાન છે અને તેને 2-3 દિવસ પહેલા ગળેટૂંપો આપીને હત્યા કરાઈ હોય એમ પોલીસ તથા તબીબોનું પ્રાથમિક અંદાજ છે. જોકે ડેડબોડીના ફોરેન્સિક પોર્ટમોર્ટમ બાદ આ અંગે વધુ ખુલાસાઓ થઈ શકે છે.


ભેસ્તાન પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધ્યો છે અને યુવતીની લાશ જ્યાંથી મળી હતી તે વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે. ઉપરાંત સ્થાનિક લોકોના પણ નિવેદનો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.