Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહરેના સચિન વિસ્તારના ફોજીવાલા એસ્ટેટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પતિએ પત્નીની હત્યા કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પતિએ લાકડાનો ફટકો તથા હાથ અને લતોથી મુંઢ માર મારી પત્નીની હત્યા કરી હતી.
પતિએ ફોન પર અન્ય પુરુષ સાથે વાત કરવાની પાડી ના, છતાં પણ ન માની પત્ની ને પછી રચાયો ખૂની ખેલ
મૃતકનું નામ અંજલી ઉર્ફે દિપીકા ભીલ છે. પતિએ પત્ની દિપીકાને યુપીના ઓમ પ્રકાશ નામના વ્યક્તિ સાથે પતિએ વાતો કરવાની ના કહેવા છતાં ફોન કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈ આવેશમાં આવીને પત્નીને લાકડાનો ફટકો માર્યો હતો. તેમના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. પરિવાર મૂળ રાજસ્થાનનું છે. પતિ સુરતમાં પ્લાયવુડ ખાતામાં મજૂરી કામ કરતો હતો. મૃતકનું નામ અંજલી ઉર્ફે દિપીકા ભીલ છે. હત્યા કરનાર આરોપીનું નામ હરિરામ ઉર્ફે હરીશ છે. હત્યારા પતિની સચિન પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના ઉધનામાં ભત્રીજાની હત્યા કરનાર મુખ્ય આરોપી ભાવુ સિંહને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત 11 એપ્રિલના રોજ હત્યાની ઘટના બની હતી. ઉધના નવસારી રોડ પર સરજાહેર હત્યા કરવામાં આવી હતી. ઉધના પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો અને હત્યામાં વપરાયરેલી બોલેરો પીકઅપ પણ પોલીસે કબ્જે કરી હતી.
સાંતલપુરમાં કૌટુંબિક ભાઈએ જ બહેનની હત્યા કરી
પાટણના સાંતલપુર તાલુકામાં પણ ઘટનાની હત્યા બની છે. સાંતલપુર તાલુકાના રાણીસર ગામે યુવતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. કૌટુંબિક ભાઈએ જ બહેનની હત્યા કરી છે. ખોટા વહેમ અને શંકાને કારણે યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભટ્ટી ભાઈખાન ભચાયાએ તીક્ષણ હથિયારના ઘા જીકી કૌટુંબિક બહેનની હત્યા કરી તો સાથે રહેલ ભટ્ટી રેમભાને પણ વહેમ રાખી માથા ભાગે લાકડી મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેના કારણે ભટ્ટી હસીનાબેન નામની યુવતિનું મોત થયું હતું. વારાહી પોલોસે હત્યાના બનાવના પગલે ફરિયાદનો આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ