સુરતના કતારગામમાં  દાંપત્ય જીવનમાં લાંછન રૂપ કિસ્સો નોંધાયો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. પતિ વ્યાજખોરને વ્યાજે લીધેલા રૂપિયા પરત ના આપી શકતા તેણે પોતાની પત્નીને જ વ્યાજખોરના હવાલે કરી હતી. લેણદારે વ્યાજે આપેલા 40 હજાર રૂપિયાની માંગણી કરતા પતિએ પોતાની પત્નીને લેણદારના હવાલે કરી દીધી હતી.


પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે વ્યાજખોરે પરિણીતા પર બે વખત દુષ્કર્મ આચરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પીડિતા એ આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તેના પતિ અને વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે વ્યાજખોર પરિણીતા પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતો હતો. પતિથી છૂટા થયા બાદ પત્નીએ પતિ અને વ્યાજખોર રમેશ શિંગાળા સામે ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે નરાધમ પતિ અને વ્યાજખોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Ahmedabad: અમદાવાદમાં જુગાર રમતા રમતા પરિણીતા વિધર્મી યુવકના પ્રેમમાં પડી, પ્રેમીને પામવા પતિને છૂટાછેડા આપ્યા પરંતુ....


અમદાવાદ: જુગાર રમવાની આદત ધરાવતી યુવતીને એક વિધર્મી સાથે જુગાર રમતા રમતા બંધાયેલ મિત્રતા ભારે પડી છે. આરોપીએ યુવતીની લાચારીનો દૂરઉપયોગ કરી ઘરે અને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચાર્યુ. એટલું જ નહીં પરંતુ વિધર્મી આરોપીએ યુવતીને લગ્નની લાલચ પણ આપી. જોકે જ્યારે યુવતીએ લગ્ન કરવા માટે છૂટાછેડા લઈ લીધા ત્યારે આરોપીએ લગ્ન કરવાથી ઇન્કાર કરી દીધો. જેને લઇને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


આરોપીએ યુવતીને પોતાના ઘરે 20 દિવસ સુધી રાખી


અમદાવાદમાં જુગારની લત ધરાવતી યુવતીને જુગાર રમતા રમતા યુવક સાથે થયેલ પ્રેમ સંબંધ ભારે પડ્યો. છેલ્લા એક વર્ષથી જુગાર રમવાના બહાને એકબીજા સાથે પરિચય થયો અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા. વિધર્મી યુવકે યુવતીની લાચારીનો દૂરઉપયોગ કરીને પોતાને ઘરે બોલાવી દુષ્કર્મ ગુજારી છેલ્લા એક વર્ષથી યુવતી શોષણ કરતો રહ્યો. આરોપીએ યુવતીને ગમતી હોવાનુ કહીને લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને આરોપીએ યુવતીને પોતાના ઘરે 20 દિવસ સુધી રાખી પણ હતી. 


વેજપુર પોલીસે આરોપીની ધરપકડ કરી