Surat News: નુપુર શર્માએ વિવાદાસ્પદ કોમેન્ટ કરતા તેમના વિરુદ્ધ મુસ્લિમ સમુદાયે દેશ ભરમાં વિરોધ નોંધાયો હતો. સામે કેટલાક લોકોએ નુપુર શર્માનું સમર્થન કર્યું હતું. નુપુર શર્માનો વિરોધ કરનારાઓ હવે નુપુર શર્માનું સમર્થન કરનારાઓને ટારગેટ કરી રહ્યા છે. ઉમરા વિસ્તારમાં એક યુવકે સોશિયલ મીડિયા પર નુપુર શર્માનું સમર્થન કરતા તેમને ગાળો. આપીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. આ બાબતે ઉમરા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.



ઉમરા વિસ્તારમાં રહેતા યુવકે ઈન્સ્ટાગ્રામ પર નુપુર શર્માનું સમર્થન કર્યું હતું. તેની સામે ત્રણ વિધર્મી યુવકોએ નુપુરનું સમર્થન કરનાર યુવકને ગાળો આપી હતી. એટલું જ નહીં તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. શરૂમાં યુવકે આ વાતને ગંભીરતાથી લીધી નહતી. પરંતુ વારંવાર ધમકી મળતા યુવકે ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો.


રાજકોટનો કોઠારીયા રોડ બન્યો મગરની પીઠને પણ શરમાવે તેવો


રાજકોટના કોઠારીયા રોડમાં અનેક વિસ્તારોમાં મસમોટા ખાડા પડ્યા છે. જેની વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  આ વિસ્તારના મોટાભાગના રોડ પર ચાલવું મુશ્કેલ બન્યું છે. વોર્ડ નંબર 18 માં મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે. રિદ્ધિ સિદ્ધિના નાળાથી સ્વાતિ પાર્ક સુધીનો રસ્તો બિસ્માર બન્યો છે. વરસાદ પડે ત્યારે અનેક વાહનો ફસાઈ જાય છે.  આ વિસ્તારમાં નાની મોટી 70 થી વધુ સોસાયટીઓ આવેલી છે. ખાડામાં દરરોજ અનેક લોકો પડે અને ગંભીર પ્રકારની ઇજાઓ થાય છે. કોઠારીયા ગામનો શહેરમાં સમાવેશ થયો તેને સાત વર્ષ થયા છે છતાં સ્થિતિ હજુ ઠેરની ઠેર છે. અહીં લાકડા ભરેલો ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો. ખાડાના કારણે એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ


GST Hike:  હવે દહીં, છાશ, ગોળ થશે મોંઘા, જાણો કેટલો લગાવાયો જીએસટી


India Corona Cases Today:  દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા, સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ


GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ


Gujarat Agriculture News:  રાજ્યમાં ભારે વરસાદથી આ વિસ્તારમાં પાક નુકસાનીનો થશે સર્વે, જાણો વિગત