Crime News: સુરત શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. સુરતમા ડીંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે ડીંડોલી વિસ્તારમાં ઉજ્જવલ નામના યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉજ્જવલ ડિંડોલીમાં રીઢા ગુનેગારની છાપ ધરાવતો હતો. ઉજ્જવલ આ અગાઉ કેટલાય ગુનામાં સંડોવાયેલો હોવાની વાત સામે આવી છે. ઉજ્જવલની હત્યા પાછળ બુટલેગર હોવાની વાત સામે આવી છે. બુટલેગરની સાથે અન્ય 4 થી 5 યુવકની હત્યામાં સંડોવણી હોવાની વાત સામે આવી છે.
આણંદ ભાજપના નેતાએ મિત્રની પત્નીને જ બનાવી હવસનો શિકાર
આણંદઃ ખંભાત તાલુકા ભાજપનાં કાર્યકર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. ભાજપના કાર્યકર કેતન ઉર્ફે પપ્પુ પટેલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. ભાજપના તાલુકા પંચાયતના સભ્યનાં પતિ છે કેતન પટેલ. ભાજપના કાર્યકરે મિત્રની પત્નીને જ હવસનો શિકાર બનાવી છે. ઉંદેલ ગામની પરિણીતાને હવસનો શિકાર બનાવી હતી.
ફોટો અને વિડિઓ વાયરલ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ ગુજારતો હતો. તારાપુર અને વલ્લભવિદ્યાનગરની હોટલોમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતો હતો. છેલ્લા એક વર્ષથી ગુજારતો હતો દુષ્કર્મ. પરિણીતાનો પતિ, જેઠ અને સસરા હત્યા કેસમાં જેલમાં હોઈ તકનો લાભ લઇ દુષ્કર્મ ગુજારતો હતો. પરિણીતાએ ખંભાત સીટી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.
આ પણ વાંચો...
CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ
CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા