તલોદઃ સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના નેતાએ યુવતી પર સતત સાત વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
ભોગ બનનાર યુવતીએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે, રાજુ શાહ, જે કોર્પોરેટર છે. તે સાત વર્ષથી મારી જોડે જબરજસ્તી સંબંધ રાખતો હતો. મારઝૂડ કરતો, ત્રાસ આપતો, ઘેર આવતો અને મારી નાંખવાની ધમકી બતાવતો. જબરજસ્તી શારીરિક સંબંધ બનાવતો હતો. સંબંધ ન રાખે તો મારી નાંખવાની ધમકી આપતો હતો. તારા ધણીને પણ તારા શરીરને અડવા નહીં દેવાનું. તારા શરીર પર ફક્ત મારો જ હક છે. હું કહું એ જ તારે કરવાનું અને હું કહું ત્યાં જ તારે બેસવાનું તેવી ધમકી બતાવતો હતો. સાત વર્ષથી મારી જોડે રિલેશન રાખતો હતો.
તેણે ઉમેર્યું હતું કે, હું એનાથી ગભરાતી હતી કારણ કે, તે ડોન જેવો હતો, મોટો માણસ છે એટલે મને બીક લાગતી હતી. આ જ કારણસર તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેણે તલોદ સિવિલ હોસ્પિટલમાં મારું એબોર્શન કરાવ્યું હતું. બે ડોક્ટર હાજર અને અને મારું જબરજસ્તી એબોર્શન કરાવ્યું.
આ અંગેની વિગતો એવી છે કે, તલોદ નગરપાલિકાના કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા રાજુ શાહે સાત વર્ષ પહેલા એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા. રાજુ શાહે યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. છેલ્લા સાત વર્ષથી રાજુ શાહ યુવતી સાથે કપટથી લગ્ન કરીને બળાત્કાર ગુજારતો હતો.
આ સાત વર્ષ દરમિયાન યુવતીએ એક બાળકને જન્મ આપ્યો છે. જ્યારે એકવાર રાજુ શાહે બળજબરીથી એબોર્શન પણ કરાવ્યું હોવાનો આક્ષેપ યુવતીએ પોલીસ ફરિયાદમાં કર્યો છે. યુવતીએ તલોદ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા રાજુ શાહ સામે પોલીસ ફરિયાદ કરી છે. યુવતીએ ખોટા લગ્ન કરીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ લગાવ્યો છે કે, કોંગ્રેસના નેતાએ ફરિયાદી સાથે અવાર-નવાર બળજબરીથી મરજીવિરુદ્ધ શરીર સુખ માંણ્યું હતું. એટલું જ નહીં, જોગણીતાના મંદિરમાં લઈ જઈ કપટપૂર્વક માંગ ભરી મંગળસૂત્ર પહેરાવી પરાણે પત્ની બનાવી હતી. તેમજ વારંવાર પરાણે શારીરિક સંબંધથી તે એક બાળકની માતા પણ બની હતી. તેમજ બીજી વખત ગર્ભવતી થતાં પરાણે એબોર્શન કરાવી દીધું હતું અને યુવતી સાથે મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
તલોદઃ કોંગ્રેસના નેતાએ યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, કહેતોઃ તારા શરીર પર મારો હક, પતિને પણ અડકવા નહીં દેતી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Nov 2020 04:39 PM (IST)
'તારા ધણીને પણ તારા શરીરને અડવા નહીં દેવાનું. તારા શરીર પર ફક્ત મારો જ હક છે. હું કહું એ જ તારે કરવાનું અને હું કહું ત્યાં જ તારે બેસવાનું તેવી ધમકી બતાવતો હતો. સાત વર્ષથી મારી જોડે રિલેશન રાખતો હતો.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -