Suicide:પરિજનોએ જણાવ્યું કે પુત્રી શાળાએ ગઈ હતી પરંતુ થોડી વારમાં જ   ઘરે પરત આવી ગઈ હતી.  દીકરીએ ચાંદલો કર્યો હોવાથી  શિક્ષકએ તેમને થપ્પડ લગાવી દીધી હતી


ઝારખંડની એક શાળામાં ખૂબ વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં વિદ્યાર્થીનો  માત્ર  બિંદી લગાવીને સ્કૂલે ગઇ હતી જો કે બિંદીના કારણે તેને  શિક્ષકે માર માર્યો અને સ્કૂલથી ભગાડી મૂકી. આનાથી દુઃખી થઈને વિદ્યાર્થિનીએ ઘરે આવીને ગળે ફાંસો કરીને  આપઘાત કરી લીધો. આ કેસમાં પ્રિયંક કાનુન્ગોએ ટ્વીટ કર્યું કે, NCPCRની ટીમ તપાસ માટે ધનબાદ જશે. જોકે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.


શિક્ષકે આખી શાળા સામે માર માર્યો


સંબંધીઓએ જણાવ્યું કે, દીકરી શાળાએ ગઈ હતી પરંતુ થોડી વારમાં જ તે ઘરે પરત આવી ગઈ હતી. તેણે જણાવ્યું કે દીકરી બિંદી  લગાવી હતી જેને લઇને શિક્ષકને ગુસ્સો આવ્યો અને  શિક્ષકે બધાની સામે દીકરીને થપ્પડ મારી હતી અને તેને સ્કૂલમાંથી પણ કાઢી મૂકવામાં આવી. આ બાદ વિદ્યાર્થિની આ અપમાન સહન ન કરી શકી અને તેમણે  કારણથી તેણે 11 વાગ્યે ફાંસી લગાવી લીધી હતી. મા કહે છે મને ન્યાય જોઈએ છે. સુસાઈડ નોટમાં જેમના નામ છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.


પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી


ધનબાદની બાળ કલ્યાણ સમિતિ (CWC)ના પ્રમુખ ઉત્તમ મુખર્જીનું કહેવું છે કે, પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. આ એક ગંભીર મુદ્દો છે. શાળાને CBSE સાથે કોઈ લેવાદેવા નથી. આ ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવી છે. હું આજે પીડિત પક્ષને પણ મળ્યો છું. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ જણાવ્યું હતું કે, શિક્ષકે માત્ર બિંદીના કારણે વિદ્યાર્થિનીને  માર માર્યો હતો.  વિદ્યાર્થિનીથી  અપમાન સહન ન થયું  અને તેને આપઘાત કરી લીધો. પોલીસે શિક્ષકની ધરપકડ કરી લીધી છે. તેમજ સુસાઇડ નોટ કબ્જે કરી છે.