નોયડાઃ બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી 17 વર્ષીય સગીરાને પ્રેમ કરવાની મોટી સજા મળી છે. સગીરાને પ્રેમી લગ્નના સપના બતાવીને ઘરેથી ભગાડી ગયો હતો. જે બાદ તેને દેહવિક્રિયના ધંધામાં ધકેલી દીધી હતી. પ્રેમીએ તેને કોલ ગર્લ બનાવીને તેનું શોષણ પણ કર્યુ હતું.

આશરે અઢી મહિના પહેલા બિહારના મુઝફ્ફરપુરની 17 વર્ષીય કિશોરી તેના પરિવારજનોને છોડીને પ્રેમી સાથે પટનાથી ભાગીને દિલ્હી ગઈ હતી. દિલ્હી પહોંચ્યા બાદ જ્યારે તેની સામે સત્ય આવ્યું ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે પ્રેમી સાથે લગ્ન કરવા અને પરિવાર વસાવવાના સપના જાઈને તે આવી હતી તેણે જ શારીરિક શોષણ કરીને દેહવિક્રિય કરવા મજબૂર કરી હતી.

પ્રેમી ખુદ ગ્રાહકોનું બુકિંગ કરવા લાગ્યો હતો. જે માટે તેણે  નોયડામાં એક હોટલ ભાડે લીધી હતી અને બે અન્ય યુવકો સાથે મળીને હોટલમાં દેહવિક્રિયનો ધંધો કરવા લાગ્યો હતો. નોયડા પોલીસે હોટલમાં રેઇડ કરીને સગીરા તથા તેના પ્રમી સહિત અન્ય આરોપીને ઝડપ્યા બાદ આ વાતનો ખુલાસો થયો હતો.

સગીરા સેક્ટ રેક્ટમાં ફસાઇ હોવાનું જાણ્યા બાદ પોલીસે આ વાતની જાણ મુઝફ્ફરપુરમાં તેના પરિવારજનોને કરી હતી. પોલીસના કહેવા મુજબ સગીરા પરિવારજનો સામે આવ્યા બાદ જ આ મામલાની ખબર પડશે. હાલ સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે અને તેના પ્રેમીને જેલમાં ધકેલી દેવાયો છે.

ગુજરાતના આ જિલ્લામાં દીકરાને દસ હજાર રૂપિયામાં ગિરવે મૂકીને મા-બાપ જતાં રહ્યા, પછી શું થયું ? 

રૂપાણી સરકાર 20 હજાર રૂપિયા વિદ્યાર્થીઓના ખાતામાં સીધા કરાવશે જમા, જાણો ક્યા વિદ્યાર્થીઓને મળશે લાભ ?