Accident: ખેડાના મહુધા કઠલાલ રોડ પર કોઇ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને આશાસ્દ યુવકના ઘટનાસ્થળે જ મોત થયા છે.બંને યુવક બાઇક પર સવાર હતા.
ખેડાના કઠલાલ રોડ પર મહુધાના વડથલ નહેર પાસે અકસ્માત સર્જાયો હતો. અહીં કોઇ અજાણ્યા વાહને બાઇકને એવી ટક્કર મારી હતી કે બાઇકમાં સવાર બંને યુવક બંનેને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ અજણ્યા વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચતાં બંને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
સુરતમાં પિતાએ જ સગા પુત્રનું કર્યું આ કારણે અપહરણ, બાળકની માતાએ કરી ફરિયાદ, ઘટના CCTVમાં કેદ
સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે. બાદ બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે. બાદ બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પતિના ત્રાસથી પરણિતા પિયર તેના બાળક સાથે આવીને રહેતી હતી. આ દરમિયાન પિતાએ તેના પુત્રનું મદરેસામાંખથી અપહરણ કર્યું છે. આ અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. બાળકના અપહરણ બાદ બાળકની માતાએ તેના પતિ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધાવી છે. કામરેજ પોલીસમાં ગુનો નોંધીને વધુ તપાસ હ થધરી છે.
અકસ્માત બાદ Jeremy Rennerએ હોસ્પિટલના બેડ પરથી શેર કરી સેલ્ફી, એવેન્જર્સ કો-સ્ટાર્સે કર્યું રિએક્ટ
Jeremy Renner First Pic After Accident:: 'માર્વેલ' સ્ટાર જેરેમી રેનર તાજેતરમાં તેના ઘરની નજીક બરફ સાફ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તેના મિત્રો અને ચાહકો તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હવે જેરેમીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની અકસ્માત પછીની પ્રથમ તસવીર શેર કરી છે. તેણે તેના માટે પ્રાર્થના કરવા બદલ તેના ચાહકો અને મિત્રોનો પણ આભાર માન્યો છે.
ફોટોમાં જેરેમીએ હોસ્પિટલના બેડ પરથી સેલ્ફી લેતો જોવા મળે છે. તેના ચહેરા પર ઈજાના નિશાન પણ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. ફોટો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'તમારા બધા દયાળુ શબ્દો માટે આભાર. હું અત્યારે ટાઇપ કરવામાં ઘણી ગડબડ કરી રહ્યો છું પણ હું તમારા બધાને મારો પ્રેમ મોકલી રહ્યો છું.
જેરેમીએ તેની તસવીર શેર કરતાની સાથે જ તેના ફેન્સ તરફથી કોમેન્ટ્સનું પૂર આવ્યું હોય તેવું કોમેન્ટ્સ પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તેના એવેન્જર્સ એન્ડગેમના સહ કલાકારો જેમાં ક્રિસ પ્રેટ, ક્રિસ હેમ્સવર્થ અને ક્રિસ ઇવાન્સે પણ કોમેન્ટ વિભાગમાં તેમનો પ્રેમ મોકલ્યો હતો. પ્રેટે લખ્યું, "તમારા માટે પ્રાર્થના ચાલુ રહે છે" ઇવાન્સે ટિપ્પણી કરી, "લવ યુ દોસ્ત." હેમ્સવર્થે કહ્યું, “ઝડપી સાજા થાઓ સાથી.