મહારાષ્ટ્રના બીજેપી ચિત્રા વાઘે  કહેવું છે કે ઉર્ફી જાવેદ સેક્સી  ડ્રેસ પહેરીને મુંબઈની ગલીઓમાં ફરે છે. ચિત્રાએ માંગ કરી હતી કે ઉર્ફી જાવેદને આમ કરવાથી રોકવી જોઈએ. આ મામલે ઉર્ફીએ ચિત્રાને સોશિયલ મીડિયા દ્રારા જવાબ આપ્યો છે.


ટીવીની ફેમસ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાની ડ્રેસિંગને કારણે  વિવાદમાં ફસાઈ  છે. બીજેપી નેતા ચિત્રા વાઘે પોતે મુંબઈ પોલીસ કમિશનરને મળીને ઉર્ફી જાવેદ વિશે ફરિયાદ કરી છે અને તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી છે. જો કે મહિલા નેતાના ગંભીર આક્ષેપનો ઉર્ફીએ જવાબ આપ્યો છે.


ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ચિત્રા વાઘે ફરિયાદમાં કહ્યું હતું કે, ઉર્ફી મુંબઈના રસ્તા પર ન્યૂડિટી ફેલાવે છે. આ ફરિયાદ અંગે હવે ઉર્ફીનું રિએક્શન સામે આવ્યું છે.


ઉર્ફીએ ચિત્રાને શું આપ્યો જવાબ


ઉર્ફી જાવેદે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું ભાજપને નેતા ચિંત્રા વાઘને જવાબ આપતા કહ્યું હતું કે,  'આ તે જ મહિલા છે, જ્યારે તે NCPમાં હતી ત્યારે સંજય રાઠોડની ધરપકડ માટે બૂમો પાડતી હતી. પછી તેનો પતિ લાંચ લેતા પકડાયો હતો. પતિને બચાવવા માટે ચિત્રા ભાજપમાં સામેલ થઈ ગઈ હતી અને પછી સંજય ને ચિત્રા સારા મિત્રો બની ગયા. હું પણ ભાજપમાં જોડાઇ તો તે પણ મારી મિત્ર બની જશે”


અન્ય એક પોસ્ટ દ્રારા કરી આ વાત


ઉર્ફીએ અન્ય એક પોસ્ટમાં કહ્યું હતુંકે, 'મને  આ લોકો આત્મઘાતી બનાવી રહ્યાં છે. મને ખબર છે કે આજના સમયમાં રાજકારણી વિરુદ્ધ કંઈ પણ અપલોડ કરવું જોખમી છે, જો હું આવુ કરીશ તો હું મરી જઈશ, જો કે  મેં કંઇ પણ ખોટું કર્યું નથી. તેમ છતાં પણ મારી સામે કેમ વિરોધ છે.  “ઉર્ફીએ ચિત્રા વાધ સાથેનો એક ફોટો શેર કરતા લખ્યું હતું કે, મને મારી જાત પર ગર્વ છે,.  આ લોકો ફેમસ થવા માટે આવું કરવા રહે છે”






ઉર્ફી જાવેદ અહીં જ ન અટકી,  પોતાના ટ્વિટમાં આગળ લખ્યું, "બંધારણનો એવો કોઈ અનુચ્છેદ નથી કે જે મને જેલમાં મોકલી શકે. અભદ્રતાની વ્યાખ્યા દરેક માટે અલગ-અલગ હોય છે. જ્યાં સુધી મારા પ્રાઈવેટ પાર્ટ્સ ન દેખાય ત્યાં સુધી તમે મને જેલમાં ન મોકલી શકો." આ લોકો છે. મીડિયાનું ધ્યાન ખેંચવા માટે આવું કરી રહ્યા છીએ."