સંતરામપુરમાં લૂંટ વીથ મર્ડર કેસમાં બે આરોપીઓને મહિસાગર કોર્ટે ફટકારી સજા

મહિસાગરના સંતરામપુરમાં થયેલા લૂંટ વીથ મર્ડરના કેસમાં બે આરોપીને મહિસાગર કોર્ટે સજા ફટકારી હતી

Continues below advertisement

મહિસાગરના સંતરામપુરમાં થયેલા લૂંટ વીથ મર્ડરના કેસમાં બે આરોપીને મહિસાગર કોર્ટે સજા ફટકારી હતી. વર્ષ 2016માં સંતરામપુરની સત્યપ્રકાશ સોસાયટીમાં સગીરાને ગળેટૂંપો આપી હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ કેસમાં બે આરોપી રાહુલકુમાર વડેરા અને રાહુલ ગોહિલની સંડોવણી ખૂલી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં.

Continues below advertisement

આ હત્યા કેસની સુનાવણી મહિસાગર જિલ્લા ન્યાયાલયમાં યોજાઇ હતી. કોર્ટે કેસના મુખ્ય આરોપી રાહુલ વડેરાને આજીવન કેદની સજા અને 25 હજારનો દંડ તો અન્ય એક આરોપીને સાત વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકારાયો હતો.

Diwali 2022: ગુજરાતના આ જિલ્લામાં દિવાળીના દિવસે માત્ર બે કલાક જ ફોડી શકાશે ફટાકડા

Diwali 2022: સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. પ્રકાશનો તહેવાર દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર દર વર્ષે આસો વદ અમાસના  દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રકાશનો આ તહેવાર 24 ઓક્ટોબર 2022, સોમવારના રોજ છે. સુખ અને સમૃદ્ધિના પ્રતિક એવા દિવાળીના આ તહેવાર પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ વિધિવત પૂજા કરવામાં આવે છે.

આ જિલ્લામાં બે કલાક જ ફોડી શકાશે ફટાકડા

દિવાળી પર લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરતાં હોય છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ફટાકડાં મુદ્દે કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કલેકટર જી.ટી.પંડ્યાએ બહાર પાડેલા જાહેરનામા મુજબ, રાત્રે 8 થી 10 કલાક એમ બે કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. નુતન વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી ૦૦.30 કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં.

દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થઇ શકે છે

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને જોતા અરવિંદ કેજરીવાલની સરકાર સતર્ક છે. હવે દિલ્હી સરકારે રાજધાનીમાં ફટાકડા ફોડવા અને ખરીદવા અંગે નવા નિયમની જાણકારી આપી હતી. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું  હતું કે કે દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું હતું કે રાજધાનીમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરનારાઓને ત્રણ વર્ષની જેલ અને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ગોપાલ રાયે કહ્યું હતું કે દિવાળી પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે કુલ 408 પાર્ટીઓની રચના કરવામાં આવી હતી.
Continues below advertisement
Sponsored Links by Taboola