Asia Cup 2023: એશિયા કપ 2023ને લઈને BCCIના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ જય શાહે બીસીસીઆઈની 91મી વાર્ષિક સામાન્ય સભામાં મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, આવતા વર્ષે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાનાર છે. તેના માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. જેના કારણે એશિયા કપ 2023 ટુર્નામેન્ટનું આયોજન તટસ્થ સ્થળે થવું જોઈએ. જય શાહના આ નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને (ACC) ઈમરજન્સી બેઠક બોલાવવા વિનંતી કરી છે.


જય શાહના નિવેદનથી PCB હેરાનઃ


PCB દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે, “PCB એ આગામી વર્ષે એશિયા કપ તટસ્થ સ્થળે યોજવા અંગે ACC પ્રમુખ જય શાહની ટિપ્પણી પર આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરાઈ છે. આ એશિયન ક્રિકેટ બોર્ડ અથવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે કોઈપણ પરામર્શ કર્યા વિના અને તેમના લાંબા ગાળાના પરિણામો અને અસરોને ધ્યાનમાં લીધા વિના કહેવામાં આવ્યું હતું.


PCB વધુમાં કહ્યું હતું કે, "પાકિસ્તાને એસીસીની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને આ મિટીંગમાં પાકિસ્તાનને એસીસી બોર્ડના સભ્યો દેશોના ભારે સમર્થન બાદ એશિયા કપના આયોજન કરવાની તક મળી છે. એશિયા કપનું સ્થળ શિફ્ટ કરવાનું નિવેદન સ્પષ્ટપણે એકતરફી છે. આ એ ભાવનાની વિરુદ્ધ છે જેના માટે સપ્ટેમ્બર 1983માં એશિયન ક્રિકેટ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી.






આવા નિવેદનો અસર કરશેઃ


"આવા નિવેદનો એશિયન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાયને ભંગ કરવાની અસર કરે છે અને 2023 માં વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ભારતની મુલાકાત અને 2024-31ના ચક્રમાં ભારતમાં ICC ઇવેન્ટ્સને અસર કરી શકે છે," 


ઈમરજન્સી મિટીંગ માટે વિનંતીઃ


PCBએ પ્રેસ રિલીઝમાં વધુમાં કહ્યું, “PCBને હજુ સુધી ACC તરફથી કોઈ સત્તાવાર સંદેશ અથવા સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નથી. પીસીબીએ એશિયન ક્રિકેટને આ મહત્વપૂર્ણ અને તાકીદની બાબત પર ચર્ચા કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવવા વિનંતી કરી છે.