Crime News: અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યુવકની લાશ મળી આવી છે. ગળું કાપેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. હિતેશ રાઠોડ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિધર્મી યુવતી સાથે લગ્ન કર્યા હોવાના કારણે યુવકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.
યુવકે તેના જ રૂમ પાર્ટનરી કરી હત્યા
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટના સ્વાતીપાર્કમાં યુવાને તેના રૂમ પાર્ટનરની હત્યા કરી છે. રાત્રીના 11 વાગ્યે બન્ને યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી. પથ્થરના ઘા મારી યુવાને યુવાનની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને સિવિલ હોસ્પિલ પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.
શું છે મામલો
સેન્ટીગ કામ કરતા સુરેશ નામના યુવકની તેના જ રૂમ પાર્ટનર મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી.ઓરિસાથી મજૂરી કામ માટે બંને યુવાનો રાજકોટ આવ્યા હતા. બંને યુવાનો ઓરિસ્સા બુડીપાદર ગામના વતની છે.બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ એક યુવાન દ્વારા બીજા યુવાનની હત્યા કરવામાં આવી હતી. બંને વચ્ચે દારૂ પીધા બાદ બોલાચાલી થઈ હતી અને બાદમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર અજાણ્યા સાથે મિત્રતા કરતાં પહેલાં ચેતી જાવ
મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી જાબીર શેખ ઉ.વ.28 રહે-નવાબ ટી સ્ટોર પાસે હોડી બંગલા વેડ દરવાજા પાસે સુરત તથા તેનો મિત્ર મલેક કે જેના પુરા નામ સરનામાની ખબર ન હોય તેઓ એક બીજાની મદદગારી તથા મેળાપીપણામાં આજથી નવેક મહિના પહેલા સોશિયલ મીડિયા પર જાબીર શેખ સાથે મહિલાનો પરિચય થયો હતો. બાદમાં વાતચીત કરીને સારી મિત્રતા કેળવી ભરોસો આપ્યો હતો અને મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી ભરીમાતા રોડ ફુલવાડી ગંદા નાળાની પાસે પુલ ઉપર લઇ જઇ રીક્ષા ઉભી રાખી મલેકને બહાર નજર રાખવાનું જનાવી મહિલાની ઈચ્છા વિરૂદ્ધ આરોપી જાબીર શેખએ રીક્ષામાં બળજબરી દુષ્કર્મ ગુજાર્યુ હતું.
મહિલા સાથે તેની સંમતી વિરુદ્ધ બળજબરી કરી પ્રથમ વખત શરીર સંબધ બાંધી બાદ આરોપી મલેકના નાનપુરા ખાતે આવેલ રૂમમાં લઇ જઇ મહિલાને રૂમની અંદર જમીન પર પાથરેલી પથારી પર સુવડાવી જાબીર શેખે સંમતિ વિરુદ્ધ બળજબરી કરી બીજી વખત વખત શરીર સંબધ બાંધ્યો હતો.જાબીરે બનાવ બાબતે કોઇને પણ જાણ કરશે તો મહિલાને તથા તેની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી જાબીરે અલગ અલગ નંબર ઉપરથી ફોન કરી મહિલાને નાલાયક ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જાબીર અને તેને મદદ કરનાર મિત્ર ગુનો નોધી ને બને ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.