ખેડામાં હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, ખેડાના નડિયાદમાં હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. નડિયાદના બિલોદરા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવેની નજીક એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની લાશ પાસે એક બાળક રડી રહ્યું હતું.
મહિલાના ડાબા અને જમણા ગાલ પર ઈજાના નિશાન છે. મહિલાને ઈજા પહોંચાડ્યા બાદ ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલા કોણ છે? કોણે તેની હત્યા કરી? તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.
Crime news: બેંગલુરુમાં ત્રણ યુવતીઓએ ઇંટથી 26 વર્ષીય યુવકનું માથું ફોડી નાખ્યું
બેંગલુરુ: બેંગલુરુમાં શનિવારે ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓની ગેંગ દ્ધારા 26 વર્ષીય યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યાના એક ભયાનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક ગેંગ યુવકને ઈંટ વડે મારતી જોવા મળે છે. યુવકને કથિત રીતે મોટી ઈંટ વડે લગભગ 20 વાર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના કેપી અગ્રાહરા વિસ્તારની જણાવવામાં આવી રહી છે.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવકની પહેલા ગેંગ સાથે દલીલ થઈ હતી, ત્યારબાદ આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. તેમાંની એક યુવતીએ યુવકને પથ્થર માર્યો હતો, જ્યારે અન્ય લોકોએ તેને જમીન પર પછાડી દીધો હતો અને પછી તેને ઉપાડીને ફરીથી માર્યો હતો. ધીમે ધીમે આખી ટોળકીએ તેને માર મારવાનું શરૂ કર્યું અને તેનું માથું ઈંટ વડે ફોડી નાખ્યું જેથી પોલીસ તેને ઓળખી ન શકે. જોકે પીડિતની ચીસો સાંભળીને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
આ ઘટના બાદ પશ્ચિમ બેંગલુરુના ડીસીપી લક્ષ્મણ બી નિમ્બર્ગીએ જણાવ્યું કે હેમંત મેડિકલ પાસે કેપી અગ્રાહરાના 5મા ક્રોસ પર મોડી રાત્રે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેમાં ત્રણ યુવતીઓ અને ત્રણ યુવકો સામેલ હતા. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. તે બદામી વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહને વિક્ટોરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.