Madhya Pradesh Hospital : મધ્ય પ્રદેશમાં સરકારી દાવાઓની પોલ ખોલતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં દર્દીની પથારીમાં કુતરા આરામ ફરમાવી રહ્યાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. તો અન્ય એક હોસ્પિટલમાં ગાય આંટાફેરા કરતી હોવાનું પણ સામે આવ્યું છે.
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લા હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં એક ગાય લટાર મારતી અને તબીબી કચરો ખાતી હોવાનો વીડિયો વાયરલ થયાના દિવસો બાદ જબલપુરના આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના પલંગ પર રખડતા કૂતરાઓનો એક નવો વીડિયો સામે આવ્યો છે.
શાહપુરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે દર્દીઓના પથારી પર બે રખડતા કૂતરાઓને આરામ કરતા જોઈ શકાય છે. તો એ જ પ્રીમિયર સરકારી આરોગ્ય સુવિધાનો બીજો વાયરલ વીડિયો ઓપરેશન થિયેટર (OT)ની સ્વચ્છતા અને સ્વચ્છતાની દયનીય સ્થિતિનો જીવતો જાગતો પુરાવો છે. આ બંને ઘટના ત્યાંની પરિસ્થિતિની વરવી વાસ્તવિકતા છતી કરે છે.
આ બંને વિડીયો સંભવતઃ શાહપુરા (જબલપુર)ના રહેવાસી સિદ્ધાર્થ જૈન દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા. જેઓ તેમની ગર્ભવતી પત્નીના મેડિકલ ચેકઅપ માટે સીએચસીમાં ગયા હતા. પરંતુ દર્દીઓની ખાલી પથારી પર આરામ કરતા કૂતરાઓ અને હોસ્પિટલની દયનીય સ્થિતિ જોઈને તે ચોંકી ઉઠ્યો હતો.
આ આઘાતજનક દ્રશ્યો ઉપરાંત જૈનને ફરજ પર માત્ર એક નર્સ જોવા મળી હતી. ફરજ પર કોઈ જ ડૉક્ટર કે અન્ય પેરામેડિકલ અથવા સુરક્ષા કર્મચારીઓ નહોતા. આ બંને વીડિયો વાયરલ થયા બાદ જબલપુર જિલ્લા પ્રશાસને આ બાબતની નોંધ લીધી હતી.
બ્લોક મેડિકલ ઓફિસર (BMO) ડૉ સી.કે. અત્રૌલિયાને 24 કલાકની અંદર કારણ બતાવો અને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમના જવાબના આધારે કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. અમારી પાસે જબલપુર જિલ્લામાં સાત CHC છે, પરંતુ તેમાંથી એક ઘટનાની જાણ કરવામાં આવી છે, જેનો અર્થ એ થયો કે મોનિટરિંગ ઓથોરિટી (BMO) કેસોનું પૂરતું નિરીક્ષણ નથી કરી રહી, અન્યથા ત્યાં વારંવાર આ પ્રકારની સ્થિતિ સામે ના આવી હોત. પૂરતો સ્ટાફ છે પરંતુ તેમ છતાં જો આવી વિસંગતતા જોવા મળે છે તો BMO જવાબ આપવો પડશે. જો જવાબ અસંતોષકારક જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વિપક્ષ કોંગ્રેસ તરફથી ટીકા કરવામાં આવી છે.