Crime News: અમદાવાદના વસ્ત્રાલમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અંગે વિગતે વાત કરીએ તો 24 જૂનની વહેલી સવારે વસ્ત્રાલમાં છ વાગ્યાના સુમારે મોર્નિંગ વોક પર ગયેલ શૈલેષ પ્રજાપતિ નામના વ્યક્તિને પાછળથી પીકપએ ટક્કર મારી ભાગી જતા હિટ એન્ડ રનનો કેસ નોંધાયો હતો. ટક્કરમાં ભારે ઈજાઓ પહોંચતા શૈલેષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કેસની તપાસ આઈ ડીવિઝન ટ્રાફિક પોલીસ કરી રહી હતી. 


 






હવે આ બનાવ એક અકસ્માત નહીં પરંતુ હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. આ હત્યા મૃતકની પત્નિએ જ તેના પ્રેમી સાથે મળીને કરાવવાનુ સામે આવ્યુ છે. મૃતકની પત્ની શારદા અને મિત્ર નિતીન પ્રજાપતી બંને બે વર્ષથી પ્રેમ સંબંધમાં બંધાયેલા હતા. આ વાતની શૈલેષને જાણ થતાં તેને રસ્તામાંથી હટાવવાની છ મહિના અગાઉ પ્લાન કરવામાં આવ્યો હતો. તેની હત્યા કરવા માટે યાસીન નામના શખ્સને દસ લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. અંતે મોર્નિંગ વોક પર ગયેલ શૈલેષને પીક અપથી ટક્કર મારીને મોતને ઘાટ ઉતારાયો હતો. સંડોવાયેલા બંને આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને આઈ ડીવિઝન ટ્રાફિક પોલીસને સોંપ્યા છે.




જાણો કેવી રીતે ઘડાયો અમરાવતી હત્યાકાંડનો પ્લાન


Amravati Murder Case: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં 22 જૂને 50 વર્ષીય કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ગળું કાપીને હત્યા કરવાના કેસમાં NIA દ્વારા કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યારાઓના નામ મુદસ્સીર અહેમદ, શાહરૂખ પઠાણ, અબ્દુલ તૌફીક, શોએબ ખાન, અતીબ રાશિદ, યુસુફ ખાન, શાહિમ અહેમદ અને ઈરફાન ખાન છે. પોલીસે આ તમામ આરોપીઓ પર UAPA એક્ટ લગાવી દીધો  છે.


મૃતકે નૂપુર શર્માના સમર્થનમાં કરી હતી પોસ્ટ 
પોલીસે આરોપીઓ વિરુદ્ધ UAPA અને IPCની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસ હત્યાનું કારણ તરીકે ફેસબુક પર નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ સ્વીકારી રહી છે. NIAએ આ આરોપીઓ સામે કમિટીંગ એક્ટ ઓફ ટેરર ​​હેઠળ કેસ પણ નોંધ્યો છે.


આરોપીએ રેકી કરી ઘડ્યું હત્યાનું કાવતરું ઘડ્યું 
અમરાવતી પોલીસ સૂત્રોએ જણાવ્યું કે 19 જૂને હત્યારાઓ અતિબ, શોએબ અને ઈરફાનની મીટિંગ થઈ હતી. 21 જૂને દુકાન પાસે ત્રણ લોકો ઉભા હતા, જેમણે ઉમેશ કોલ્હેની દરેક ક્ષણની માહિતી પાસે ઉભેલા ત્રણ હુમલાખોરોને આપી હતી. હત્યા કરવા માટે વપરાયેલી છરી 12-14 ઇંચ લાંબી હતી. શોએબે  આ છરી તેના એક મિત્ર પાસે 300 રૂપિયામાં ખરીદી હતી.  પોલીસ તે મિત્રને શોધી કાઢ્યો છે જેણે તે છરી વેચી હતી. આ સમગ્ર ઘટના બાદ ઈરફાને હત્યારાઓને ભાગવા માટે ફોર વ્હીલર વાહન આપ્યું હતું. હત્યારા યુસુફ ખાને ઉમેશ કોલ્હે પાસેથી રૂ. 2 લાખની દવા ઉધાર લીધી હતી.