Rohit Sharma England vs India: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા કોરોના વાયરસથી સંક્રમિત થયો હોવાના કારણે બર્મિંઘમ ટેસ્ટમાં નથી રમી શક્યો. રોહિતને આઈસોલેટ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે રોહિત શર્મા એક વાર ફરીતી મેદાનમાં પાછો આવી ગયો છે. રોહિત શર્માએ નેટ પ્રેક્ટિસ કરી હતી અને ખુબ પરસેવો પાડ્યો હતો. બીસીસીઆઈએ રોહિતની નેટ પ્રેક્ટિસનો વીડિયો ટ્વીટ કર્યો હતો. મહત્વનું છે કે, રોહિત શર્મા હવે કોરોનાથી સંપુર્ણ રીતે સાજો થઈ ગયો છે અને હાલ એકદમ સ્વસ્થ છે.


ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ મેચ રમાયા બાદ વન ડે અને T20 સિરીઝ રમાવાની છે. આ સિરીઝ પહેલાં રોહિત શર્મા કોવિડ19થી સ્વસ્થ થઈ ગયો છે અને તેણે મેદાનમાં વાપસી કરી લીધી છે. રોહિતે સોમવારે નેટ્સમાં ઘણી પ્રેક્ટિસ કરી હતી. રોહિતે બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. રોહિતની સાથે ટીમ ઈન્ડિયાના બીજા ખેલાડીઓ પણ નેટ્સમાં અભ્યાસ કરતા જોવા મળ્યા હતા. રોહિતનું મેદાનમાં પરત ફરવું ટીમ ઈન્ડિયા માટે એક મોટી રાહતની ખબર છે.


ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 7 જુલાઈથી T20 સિરીઝ રમાવાની શરુઆત થશે. આ સિરીઝની બીજી અને ત્રીજી મેચ 9 અને 10 જુલાઈએ રમાશે. જ્યારે 12 જુલાઈથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સિરીઝ રમાશે અને વનડે સિરીઝની છેલ્લી મેચ 17 જુલાઈએ રમાશે.






આ પણ વાંચોઃ


હા, આ EDની સરકાર છે... મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ બાદ ફડણવીસે જણાવ્યો EDનો મતલબ...


Indigo Flights: ઇન્ડિગોના સેંકડો કર્મચારીઓએ બીમારીના બહાને કેમ લીધી રજા, જાણો ચોંકાવનારું અને રમુજી કારણ