CRIME NEWS: વાઘોડિયાના મઢેલી ગામે રહેતા યુવાનની કાશીપુરામાં હત્યા કરવામાં આવી છે. યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુવકને કાશીપુરાની બે સંતાનની વિધવા માતા સાથે પ્રેમ સંબંધ બંઘાયો હોવાની વાત સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવકનું નામ રમેશ ઊર્ફે ડિસ્કો રાઠોડિયા છે અને તેમની ઉંમર 35 વર્ષની હતી. આ યુવક ત્રણ વર્ષથી વિધવા પ્રેમિકા સાથે રહેતો હતો.


થોડા દિવસો અગાઊ વિધવા પ્રેમીકાને કાશીપુરા લેવા આવ્યા બાદ યુવક ગુમ થયો હતો. અજાણ્યા ઈસમોએ માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઊતર્યો હતો. હત્યારાઓએ યુવકની હત્યા કરી લાશને કાશીપુરા તળાવમાં ફેંકી દીધી હતી. 11 દિવસ પૂર્વે મૃતકની ઓળખ ન થતા સરકારી રાહે અગ્નીસંસ્કાર કરવામાં આવ્યો હતો. પોલીસે સોશિયલ મીડિયા દ્વારા ફોટો વાયરલ કરતા મૃતકની ઓળખ થઈ હતી. DYSP, PI અને FSL ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસ તપાસ બાદ સામે આવશે કે આખરે યુવકની હત્યા કેમ કરવામાં આવી.


ઘટના સમયે નશામાં હતી અંજલી, વિસેરા રિપોર્ટમાં થયો ખુલાસો


Kanjhawala Murder Case: દિલ્હીના કાંઝાવાલામાં નવા વર્ષની ઉજવણીની રાત્રે બનેલી ઘટનાને લઈને અંજલિનો વિસેરા રિપોર્ટ આવ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર વિસેરા રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે અકસ્માત સમયે અંજલિએ દારૂ પીધો હતો. આ રિપોર્ટ 24 જાન્યુઆરીએ રોહિણીની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી આ મામલે દિલ્હી પોલીસ દ્ધારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું હતું કે રિપોર્ટનું પરિણામ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે, અમે મામલાના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.


1લી જાન્યુઆરીની રાત્રે શું થયું?


અંજલિ જ્યારે તેની મિત્ર નિધિ સાથે રોહિણીની એક હોટલમાં પાર્ટી કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની સ્કૂટીને લગભગ 2 વાગે કારે ટક્કર મારી હતી. અંજલિની સ્કૂટીને ટક્કર માર્યા બાદ આરોપી તેને 12 કિલોમીટર સુધી ઢસડી ગયા હતા જેના કારણે તેનું મોત થયુ હતું. સવારે લગભગ 4 વાગ્યે કાંઝાવાલા વિસ્તારમાં તેનો મૃતદેહ રોડ કિનારે પડેલો મળ્યો હતો, જેને જોઈને એક પ્રત્યક્ષદર્શીએ પોલીસને આ બાબતની જાણ કરી હતી.