Crime News: સુરત  પોશ વિસ્તારમાં યુવતીની છેડતી બાદ સાગર સુશીલ નિવેટિયાનું રહસ્યમ રીતે મોત થતાં તેમના મૃત્યુને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.


સુરતના વેસુ વિસ્તારમાં એક એવી ઘટનાએ આકાર લીધો કે, જેના કારણે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે, સુરતના વેસુ વિસ્તારમાંથી એક શખ્સે યુવક પર જાહેરમાં યુવતી સાથે અશ્લિલ હરકત કરી હોવાની આરોપ લગાવીને કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. વેસુ વિસ્તારમાં આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળા કરીને છેડતીનો યુવક પર આરોપ લગાવવામાં આવ્યો હતો. આસપાસના લોકોએ કંટ્રોલરૂમમાં ફોન કરીને ઘટના અંગે જાણ કરતા વેસુ પોલીસે યુવકની ધરપકડ કરી હતી. આ દરમિયાન પૂછપરછ સમયે જ યુવક અચાનક ઢળી પડ્યો બાદ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો પરંતુ ડોક્ટરે અહીં તેને મૃત જાહેર કર્યો યુવકના અચાનક પોલીસ સ્ટેશનનમાં મોતથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


સુરતમાં  વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો 


સુરતમાં થોડા દિવસ પહેલા  વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો  હતો છે. 11 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલે મુકવા જતા રિક્ષાચાલકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બની  હતી. અઠવા પોલીસે 42 વર્ષીય આરોપી રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. એક જાગૃત મહિલાએ વીડિયો ઉતારતાં રિક્ષા ચાલકની હેવાનિયત સામે આવી હતી. બાળકીની માતાએ ફરિયાદ કરતા આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો રીક્ષાચાલક બાળકીને સ્કૂલ મોકવા જતો હતો આ દરમિયાન તે બાળકી સાથે અડપલા પણ કરતા હતો અને ગંદી હરકતો બાદ તેમણે એક દિવસ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું. પીડિતાના કહેવા મુજબ દુષ્કર્મની ફરિયાદ કરવા બદલ સળગાવી નાખવાની પણ રિક્ષાચાલકે  ધમકી આપી હતી. સુરતના આ કિસ્સાએ વાલીઓની ચિંતા વધારી છે. સમગ્ર મામલે પોલીસે આરોપી રીક્ષા ચાલવકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.