Crime News: મોરબીના એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગાઉન્ડના પેવેલિયનમાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બંધ હાલતમાં રહેલ પેવેલિયનમાં અગમ્ય કારણોસર યુવકે ગળેફાસો ખાઈ મોતને વહાલુ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મૃતકનું રોહિત રમેશભાઈ વાહોડીયા હોવાનું સામે આવ્યું છે. હાલાં પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આત્મહત્યા પાછળનું રહસ્ય ઘેરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


રાજકોટમાં માત્ર 4 હજારની ઉઘરાણી મામલે પાટીદાર યુવકની હત્યા
રાજકોટ:  માત્ર 4 હજાર રૂપિયાની ઉઘરાણી માટે કોઈની હત્યા કરવામાં આવે તે કદાચ તમારા માનવામાં નહી આવે, પરંતુ આવી ઘટના સામે આવી છે રાજકોટમાં. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર માત્ર 4 હજાર રૂપિયાની ઉધરાણી મામલે ગત 13 તારીખના રોજ  પાટીદાર યુવક પર છરી વડે હુમલા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે, તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.


ગત 13 તારીખના રોજ પોસ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પર સાંજના સમયે મૌલિક ઉર્ફે ભોલો કાકડીયા નામના પાટીદાર યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો સારવાર દરમિયાન મૌલિકે દમ તોડી દીધો. તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે હત્યા કરનાર બંન્નેની વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ગુજરાત માટે આગામી બે દિવસ હજુ પણ ભારે
ગાંધીનગરઃ ગુજરાતમા આગામી બે દિવસ પણ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.


જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, નવસારી, ડાંગ અને અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, સુરત અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ડાંગ, નવસારી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, રાજકોટ અને જામનગરમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.