શું હવે સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ રહેશે?  આ સંબંધમાં એક આદેશને શેર કરતા કોગ્રેસે મોદી સરકારને ઘેરી હતી. જાહેર કરાયેલા આદેશ અનુસાર, કોઈપણ સભ્ય સંસદ ભવન પરિસરમાં ધરણા, હડતાળ, ભૂખ હડતાલ કરી શકશે નહીં. આ સાથે ત્યાં કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે નહીં. આ નિર્ણયને લઈને વિપક્ષ ગુસ્સામાં છે.






રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ આ અંગે ટ્વિટ કર્યું હતું. ઓર્ડરની કોપી શેર કરતાં તેમણે લખ્યું, 'વિષગુરુનું નવું કાર્ય- D(h)arna પ્રતિબંધિત છે.


સંસદના ચોમાસા સત્ર અગાઉ આ બીજો વિવાદ પેદા થયો છે. આ અગાઉ લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા એક લિસ્ટ પર વિવાદ શાંત થયો નથી. જેમાં અનેક શબ્દોને અસંસદીય શબ્દો કહીને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, મતલબ કે આ શબ્દો લોકસભા અને રાજ્યસભામાં બોલી શકાશે નહીં.


બાદમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે લોકસભા સચિવાલય અસંસદીય શબ્દોની સૂચિમાં આવા શબ્દોનો સમાવેશ કરે છે, જેને લોકસભા, રાજ્યસભા અથવા રાજ્ય વિધાનસભાઓ અને વિધાન પરિષદો દ્વારા કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવે છે. આ વખતે બહાર પાડવામાં આવેલી યાદીમાં 2021માં બિનસંસદીય હોવાનું કહીને હટાવેલા શબ્દો ઉમેરવામાં આવ્યા છે.


Chhota Udepur: નઘરોળ તંત્રના પાપે મહિલાનો જીવ જોખમાં મુકાયો, પરિવારે સગર્ભાને ઝોળીમાં બેસાડી અડધો કિમી ચાલીને 108 સુધી પહોંચાડી


Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું


VIRAL AUDIO: આ શહેરની ક્રાઈમ બ્રાન્ચ ફરી વિવાદમાં, બુટલેગરના પિતાને છોડી મુકવા લાખો રુપિયા માગ્યા


સેમસંગનો દમદાર ફોન Samsung Galaxy M13 Series ભારતમાં લૉન્ચ, કિંમત જાણીને તમે પણ ખરીદવા થઇ જશો તૈયાર