મહેસાણા:વિદેશ જવા ઇચ્છુક સાથે છેતરપિંડી થઇ હોવાનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. એજન્ટે લાખો રૂપિયા પડાવીને વિદેશ મોકલેલા શખ્સ ગૂમ થઇ જતાં સમગ્ર કિસ્સો સામે આવ્યો છે.


વિદેશ જવા ઇચ્છુક સાથે છેતરપિંડીની વધુ એક ઘટના સામે આવી છે.  એજેન્ટે સુધીર પટેલને લાખો રૂપિયા પડાવીને  અમેરિકા રવાના કર્યાં હતા. મહેસાણાના સુધીર પટેલ ગૂમ થઇ જતાં સમગ્ર ઘટના સામે આવી છે. અમેરિકા જવા ઇચ્છતા સુધીર પટેલ પાસેથી એજન્ટે 75 લાખ રૂપિયા માગ્યા હતા અને એડવાન્સમાં દસ લાખ પડાવ્યા હતા. જો કે હવે ગેરકાયદે રીતે અમેરિકામાં ગયેલા સુધીર પટેલ છેલ્લા 7 મહિનાથી ગૂમ છે. છેલ્લા વાત થઇ તે મુજબ ડોમેનિક પોલીસે ઝડપી લીધો હતો. જો કે 7 મહિનાથી ફરી  તેનો કોઇ પત્તો ન લાગતો હોવાથી ગૂમ થયેલા સુધીર પટેલના ભાઇએ  આ મામેલ ફરિયાદ કરતા સમગ્ર ઘટના સામે આવી છે.  સુધીર પટેલના ભાઇની ફરિયાદ બાદ ત્રણેય આરોપી એજન્ટ દિવ્યેશ પટેલ,શૈલેષ પટેલ અને મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે.


આ પહેલા અમદાવાદના યુવકની અમેરિકામાં અપહરણ બાદ થઇ હતી હત્યા


અમેરિકામાંથી વધુ એકવાર ગુજરાતીઓ માટે મોતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં વધુ એક ગુજરાતની હત્યા થઇ હોવાની વાત સામે આવી છે. અમદાવાદના યુવકની અમેરિકાના કોલંબિયામાં ત્રાસવાદીઓએ હત્યા કરી દીધી છે. અમદાવાદના હિરેન ગજેરા નામના યુવકની હત્યા કરાઇ છે, આ ઘટનામાં ત્રાસવાદીઓએ દ્વારા પહેલા હિરેનનું અપહરણ કરવામાં આવ્યુ અને બાદમાં ખંડણી માંગી હત્યા કરી દેવામાં આવી હતી. ત્રાસવાદીઓએ 1 લાખ યૂએસ ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગી હતી. હિરેન ગજેરા 2006માં અમેરીકા ગયો હતો અને ત્યાં અમેરિકાના એમ્પાલમ શહેરમાં સાગના લાકડાનો બિઝનેસ કરી રહ્યો હતો. ઘટના એવી છે કે, 3જી જૂને હિરેન ગજેરા મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયો હતો. અને ત્યાંથી તે પરત ન હતો ફર્યો, કેમ કે પરત ફરતી વખતે દક્ષિણ અમેરિકાના એમ્પાલમે શહેરમાંથી જ હિરેન ગજેરાનું કોલંબિયન ત્રાસવાદીઓ અપહરણ કરી લીધુ હતુ. આ પછી તેની ખંડણી અને હત્યાના સમાચાર સામે આવ્યા હતા. અમેરિકામાં અમદાવાદી યુવકનું અપહરણ કર્યા બાદ કોલંબિયન ત્રાસવાદીઓએ હત્યા કરી નાખતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હિરેન ગજેરાની નિર્દયતાથી હત્યા બાદ ગજેરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મહત્વનું છે કે, હિરેન ગજેરાના અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ 1 લાખ US ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગણી કરી હતી.