Surat News:સુરતના અમરોલીમાં સામૂહિક આત્મહત્યાથી ચકચાર મચી ગઇ છે. અહીં અમરોલીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ દેવુ થઇ જતાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. માતા-પિતા અને પુત્રની સામૂહિક આત્મહત્યાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. આ ઘટના સુરતાના અમરોલી રોડ પરના એન્ટેલિયા ફ્લેટની છે. પરિવારના ત્રણેય મૃતકની ઓળખ ભરતભાઈ સસાંગીયા, વનિતાબેન સસાંગીયા,હર્ષ સસાંગીયા તરીકે થઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ કોઇ ઝેરી દેવા પીને જીવન ટૂંકાવ્યું હોય તેવી સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આર્થિક મુશ્કેલી સામે આવી છે. જો કે પોલીસે મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 30 વર્ષનો પુત્ર બેન્કમાં લોનનું જ કામ કરતો હતો. આ પરિવારે આર્થિક સંકડામણના કારણે ઉધાર પૈસા લીધા હતા જે સમયસર ન ચૂકવી શકતા લેણદારો હેરાન કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.સુસાઇડ નોટમાં કેટલાક નામનો પણ ઉલ્લેખ છે. જે ઉઘરાણી કરી હેરાન કરતા હોવાનુો ખુલાસો છે. પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઇને જ્યારે પાડોસમાં પુૂછ પરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, પુત્ર પહેલા હીરામાં કામ કરતો હતો ત્યાં મંદી આવતા નોકરી છૂટી ગઇ અને પુત્રે બેન્કમાં લોનનું કામ ચાલું રહ્યું , મડિકલ ક્રાઇસિસ અને ધંધામાં નુકસાન જતાં ફ્લેટ વેચી નાખવાનો સમય આવ્યો હતો. જે વેચ્યાં બાદ પણ દેવું ભરપાઇ ન થતાં આખરે પરિવારે હારીને જીવન ટૂકાવી દીધું. ઘટનાથી પાડોશમાં અને સગા સંબંધીમાં શોકનો માહોલ છવાયો છે.
આ