વડોદરા: અહમદ પઠાણ, શકીલ પઠાણ અને ચમન પઠાણ આ ત્રણ નરાધમોએ આધેડ મહિલા પર  દુષ્કર્મ આચર્યું છે.  વડોદરાના છાણી વિસ્તારની ઘટના છે.  સામાન્ય પરિવારની 55 વર્ષીય મહિલા કામની શોધમાં હતી. કામવાળીની જરૂર હોય તે અંગે લોકોને પૂછતી હતી. આ દરમિયાન અહમદ પઠાણ નામના રિક્ષાચાલકની નજર તેના પર પડી હતી. અહમદ પઠાણે છાણી વિસ્તારમાં એક સ્થળે કામવાળીની જરૂર હોવાનું કહી તેને રિક્ષામાં બેસાડી L એન્ડ T સર્કલના પાછળના ભાગે લઈ ગયો હતો.  અહીં પહેલેથી જ શકીલ પઠાણ અને ચમન પઠાણ નામના બે શખ્શ હાજર હતા.


મહિલાને શંકા જતાં તેણે બૂમો પાડી પરંતુ ત્રણેય નરાધમોએ મહિલાને ઊંચકી દીવાલની પાછળ ધકેલી દીધી અને ત્રણેયે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમોથી બચવા મહિલાએ બૂમો પાડી હતી. પરંતુ અવાવરું જગ્યા હોવાથી અને રસ્તા પરના વાહનોના અવાજના કારણે તેની બૂમો કોઈને સંભળાઈ નહીં. ત્રણેય નરાધમો ભાગી ગયા બાદ મહિલાએ પોતાની દીકરીને ફોન કરતાં દીકરીએ પોલીસને જાણ કરી હતી. 


પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય નરાધમોને દબોચી લીધા હતા.  ચમન પઠાણ નામના આરોપીની અગાઉ પણ દુષ્કર્મના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે.  


સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટ ફટકારી 20 વર્ષની સજા


સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનારા નરાધમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. લગ્નની લાલચે દુષ્કર્મ કરનાર 32 વર્ષના નરાધમ ને સજા ફટકારવામાં આવી છે.  કતારગામની 16 વર્ષ 8 માસની તરૃણીને લગ્નની લાલચે ભાવનગર ભગાડી  દુષ્કર્મ આચરનાર 31 વર્ષીય પરણીત રત્નકલાકારને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખ્તકેદ, રૂ.50 હજાર દંડ ભરે તો તેમાંથી 45 હજાર તથા 50 હજાર મળીને પીડિતાને કુલ 90 હજાર વળતર ચુકવવા, દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો નિર્દેશ આપ્યો છે.


સુરતમાં રહીને રત્નકલાકાર તરીકે કામ કરતાં 31 વર્ષીય પરણીત આરોપી યોગેશ છગનભાઈ કળસરીયા(રે.હરીધામ સોસાયટી, પુણાગામ)એ કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષ તથા 8 માસની વયની તરૂણીનો ઈન્સ્ટાગ્રામ આઈડીથી સંપર્ક કર્યો હતો.ત્યારબાદ તરૂણીને લગ્નની લાલચ આપીને તા.7-2-23 રોજ પોતાના વતનમાં લઈ ગયો હતો. આરોપી પરણીત હોવા ઉપરાંત પોતાની અડધી ઉંમરની સગીરા હોવાનું જાણવા છતાં દુષ્કર્મ આચર્યું હતુ. તરૂણીને પિતાની ફરિયાદને આધારે કતારગામ પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.