Crime News:વાપીના લવાછાની ઘટનામાં ભયંકર ઘટના સામે આવી છે. નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે.જાણીએ શું છે.                  


ઓનલાઇન શોપિંગના કારણે એક મહિલાએ વાપીના લવાછામાં જીવ ગુમાવ્યો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પતિ તેમના બાળકો માટે પત્નીને પૂછ્યા વિના  ફ્લિપકાર્ટમાંથી 90 રૂપિયાની ઘડિયાળ મંગાવી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો, પત્નીએ પતિ પર  પૂછ્યા વિના શોપિગ કરવા બદલ ગુસ્સો કર્યો  અને 3 દિવસ સુધી આ બાબતે બોલાચાલી થતાં આખરે પતિ રોષે ભરાયો અને ગુસ્સામાં આવીને પત્નીનું ગળું દબાવી દેતા પત્નીનું મોત થઇ ગયું. આ ઘટના વાપીના લવાછાની છે.                                                                                            


ફ્લિપકાર્ટમાંથી માત્ર  90 રૂપિયાની ઘડિયાળ મંગાવવા બાબતે પતિ પત્ની વચ્ચે  ઝઘડો થયો હતો અને આ નજીવી ઘટનાનો કરૂણ અંજામ આવ્યો. પત્નીએ બાળકો માટે ઘડિયાળ મંગાવી હતી. પત્નીની મોત બાદ પતિ ખુદ 2 બાળકો સાથે  પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને હત્યાનો ગુનો કબૂલ્યો હતો. વાપીની ડુંગરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.                                                                                                                      


આ પણ વાંચો
Ahmedabad corona: કોરોનાના કેસમાં વધારો,આ વિસ્તારમાંથી નોંધાયા વધુ 8 કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 58
Ram Mandir Inauguration: નાગર શૈલી, 5 મંડપ, દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ, જાણો- રામ મંદિરની 20 વિશેષતાઓ
VGGS 2024: પીએમ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા વિશ્વના ટોચના ફિનટેક લીડર્સ સાથે કરશે મુલાકાત


Old Pension Scheme: જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યુ- નિર્ણય થશે, ચિંતા ના કરતા