દેવભૂમિ દ્વારકાઃ હૈદરાબાદ કેસ બાદ ગુજરાતમાં પણ બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે. આજે દેવભૂમિ દ્વારકાને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં શિક્ષિકાને બળજબરીથી બાઇકમાં બેસાડી ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ દ્વારકા તાલુકાના હમુસર વાડી શાળા પાસે શિક્ષિકા સાથે દુષ્કર્મનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શિક્ષિકા સાંજના સમયે શાળાએથી પરત ફરતી હતી ત્યારે બે શખ્સોએ બાઇકમાં બેસાડીને દૂર આવેલી ઝાડીમાં લઈ ગયા હતા. શિક્ષિકાએ બુમાબુમ કરતાં ઘટના સ્થળે એક વ્યક્તિ આવી જતા તેણે શિક્ષિકાને યુવકોની ચુંગાલમાંથી છોડાવી હતી.

શિક્ષિકાની ફરિયાદના આધારે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.