નવી દિલ્હીઃ ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતના મોટેરામાં બની રહ્યું છે અને તેને ઝડપથી આંતરરાષ્ટ્રીય મેચો માટે ખુલ્લું મૂકવામાં આવી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ, સ્ટેડિયમ તેના નિર્ધારિત સમય કરતા પહેલા જ તૈયાર થઈ જશે અને BCCI દ્વારા ભવ્ય ઉદ્ઘાટનનું આયોજન થઈ રહ્યું છે.


રિપોર્ટમાં જણાવ્યા મુજબ, મેદાનની ક્ષમતા 1.10 લાખ પ્રેક્ષકોને સમાવવાની છે. જો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બીસીસીઆઈની વિનંતીને સ્વીકારી લેશે તો આગામી વર્ષે માર્ચમાં એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવનની મેચ યોજાઈ શકે છે. હાલ વિશ્વના સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જેની ક્ષમતા 90,000 પ્રેક્ષકોની છે.

રિપોર્ટમાં BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીના ક્વોટને ટાંકીને લખવામાં આવ્યું છે કે, અમે માર્ચ મહિનામાં આ મેચ યોજવા માગીએ છીએ. આ માટે આઈસીસીની મંજૂરી લેવી જરૂરી છે. અમને આ માટે મંજૂરી મળી જશે તેની આશા છે.

1982માં મોટેરાનું સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખૂલ્લું મુકવામાં આવ્યા બાદ અહીં 12 ટેસ્ટ અને 24 વન ડે ઈન્ટરનેશનલ રમાઇ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નવું સ્ટેડિયમ બાંધવા માટે તેને તોડી પાડવામાં આવ્યું હતું. 700 કરોડ રૂપિયાનો ખર્ચ અને 63 એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં 50 રૂમ અને 73 કોર્પોરેટ બોક્સ પણ છે.

શું બેંકોના મર્જરથી જતી રહેશે નોકરી ? મોદી સરકારે આપ્યો આવો જવાબ

PM મોદીએ જમશેદપુરમાં ટાટાના ગુજરાત કનેકશનનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું

જૂનાગઢઃ  કેશોદ અને માળીયા હાટીનામાં કમોસમી વરસાદ; ઘઉં, ડુંગળીના પાકને ભારે નુકસાનની ભીતિ