Crime News:  ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાના શાહાબાદમાં એક યુવતીના તેની સહમતિ વગર કોઈ અજાણ્યા પુરુષ સાથે લગ્ન કરી દેવાયા હતા.  સાસરે પહોંચ્યા બાદ આ અંગે તેના પ્રેમીને જાણ થતાં તે યુવતીનો માસિયાઇ ભાઈ બનીને ત્યાં પહોંચ્યો હતો. તેણે યુવતીને બે લાફા માર્યા હતા. જે બાદ બંને વચ્ચે અફેર હોવાનો ધડાકો થયો હતો. પોલીસે વાત શાંતિથી સાંભળ્યા બાદ તેનો હાથ લોકઅપમાં બંધ પ્રેમીને સોંપ્યો હતો. પોલીસે યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે કાનપુર મોકલી આપી હતી.


શું છે મામલો


શાહજહાંપુરના રામચંદ્ર મિશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતી રેલવે કોચિંગ કરી રહી હતી.  તેની સાથે જ કાનપુરના કલ્યાણપુરમાં રહેતો યુવક કોચિંગ પણ કરતો હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો. થોડા દિવસો પછી બોયફ્રેન્ડ  તેના ઘરે ગયો. જ્યારે 14 મેના રોજ યુવતીના પરિવારજનોએ તેના લગ્ન શાહાબાદ શહેરના મહોલ્લાના એક યુવક સાથે કરાવ્યા હતા. આ વાતની જાણ પ્રેમીને થતાં  માસિયાઈ ભાઈ બની ગયો અને પ્રેમિકાના સાસરીમાં પહોંચી ગયો હતો. અહીંયા બંને શરીર સુખ માણતા હતા ત્યારે યુવતીનો પતિ જોઈ ગયો હતો. જે બાજ પતિએ પ્રેમિકાને થપ્પડ મારી હતી. પ્રેમિકા પર હાથ ઉપાડનારા પતિને તેણે ફટકાર્યો હતો. જે બાદ પતિએ આ અંગે તેના સાસરિ પક્ષને જાણ કરી પ્રેમીને પોલીસને હવાલે કરી દીધો હતો. મંગળવારે પોલીસે બંને પક્ષોને કોતવાલી બોલાવ્યા હતા.


પતિએ પત્નીને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી અને પિતાએ તેને લઈ જવાની ના પાડી દીધી. યુવતીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે પરિવારના સભ્યોએ તેની સાથે બળજબરીથી લગ્ન કર્યા છે, તે પુખ્ત વયની છે, બધું જ સારું અને ખરાબ જાણે છે. તેથી તે તેના પ્રેમી સાથે જશે. આટલું કહીને યુવતીએ પ્રેમીનો હાથ પકડી લીધો હતો. પોલીસે જણાવ્યું કે યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે કાનપુર મોકલવામાં આવી છે.