એસપીએ જણાવ્યું કે, મકાન માલિકે તેને જમવા પૂછવાનું ગયા ત્યારે તેમને થોડી વારમાં આવવાનું કહ્યું હતું. કલાક વીતી જવા છતાં ન આવી ત્યારે રૂમમાં જઈને જતાં પીએસઆઈ પંખા સાથે લટકતી જોવા મળ્યા હતા. જે બાદ પોલીસને જાણકારી આપવામાં આવી હતી. સ્થળ પરથી એક સુસાઇટ નોટ પણ મળી આવી છે. મૃતક મહિલા પોલીસ અધિકારીની ઓળખ કુમારી આરજુ પવાર(ઉ.વ.30) તરીકે થઈ છે. તે શામલી જિલ્લાની રહેવાસી હતી.
આરજુ પવાર 2015ની બેચની સબ ઈન્સ્પેક્ટર છે. રૂમમાંથી સુસાઇટ નોટ પણ મળી છે. જેમાં તેણે લખ્યું કે, આ મારા કર્મોનું ફળ છે. પોલીસ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસ અધિક્ષક સંતોષ કુમાર સિંહના જણાવ્યા મુજબ, તેણી અનૂપનગર પોલીસ સ્ટેશનમાં તહેનાત હતી. પોલીસે ઘરનો દરવાજો તોડીને ડેડ બોડી ઉતારી હતી. તેના રૂમમાં એક પત્ર પણ મળી આવ્યો છે.