રાજકોટઃ અમદાવાદમાં કોરોનાના નવા વાયરસની એન્ટ્રી પછી રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. ત્યારે હવે રાજકોટમાં પણ નવા વાયરસની એન્ટ્રી થવાની આશંકાને પગલે હડકંપ મચી ગયો છે. બ્રિટનથી રાજકોટ આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.
અમીનમાર્ગ પર રહેતા 31 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


ગત 15 ડિસેમ્બરના રોજ યુવક ઇંગ્લેન્ડથી પરત રાજકોટ આવ્યા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આરોગ્ય વિભગ દ્વારા સેમ્પલ લઇ પુના લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. પરિવારના સભ્યોના પણ સેમ્પલ મેળવી ટેસ્ટ કરવામાં આવશે. નવા સ્ટ્રેનની આશંકા આધારે સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, પુના ઇન્સ્ટિટ્યૂટમાં કરાવવામાં આવેલા દર્દીઓના રિપોર્ટ મામલે ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમદાવાદના ચાર દર્દીઓમાં યુકેના નવા કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. યુકેથી આવેલી ફલાઈટમાં તમામ દર્દીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. પુનાની લેબોરેટરી દ્વારા ગુજરાત સરકારને જાણ કરવામાં આવી છે. ચારેય દર્દીઓ હાલ SVPમાં સારવાર હેઠળ છે.