ઉત્તરપ્રદેશમાં યોગી 2.0ની શરૂઆત ભલે 25 માર્ચથી થાય પરંતુ ગુનેગારો પર ગાળીયો અત્યારથી જ ભીંસવામાં આવી રહ્યો છે. વારાણસીમાં ધોળા દિવસે 2 લાખના ઈનામવાળા મનીષ સિંહ સોનુનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. મનીષ સિંહ સોનુ યૂપી એસટીએફ સાથે વારાણસીના લોહતા વિસ્તારમાં થયેલી અથડામણમાં ઠાર થયો હતો. એનડી તિવારી હત્યાકાંડ સહિત અનેક મામલામાં તે વોન્ટેડ હતો. તેના પર જૌનપુર, ગાઝીપુર, વારાણસી અને ચંદૌલીમાં બે ડઝનથી વધારે કેસ નોંધાયેલા છે.


અનેક વર્ષોથી હતો ફરાર


મનીષ સિંહ સોનુ પર પોલીસે ઈનામની રકમ વધારીને બે લાખ કરી દીધી હતી. અનેક મહિનાથી ફરાર હતો. 28 ઓગસ્ટ 2020માં તે ચૌકાઘાટમાં ધોળા દિવસે અભિષેક સિંહ પ્રિંસ સહિત બે લોકોની હત્યા કરી હતી. આ પહેલા આઝમગઢમાં એક સોના-ચાંદીના વેપારીને લૂંટીને હત્યા કરી હતી. જે બાદ સપ્ટેમ્બર 2020માં મિર્ઝાપુરના ચુનારમાં એક કંપનીના અધિકારી પાસે ખંડણી અને હત્યા મામલે પણ તેનું નામ સામે આવ્યું હતું. નવેમ્બર 2020માં જૈતપુરા વિસ્તારમાં પોલીસે તેને ઘરી લીધો હબતો. આ દરમિયાન થયેલી અથડામણમાં તેનો સાથી રોશન ગુપ્તા ઠાર થયો હતો, જ્યારે તે ભાગવામાં સફળ થયો હતો.


બિહાર અને નેપાળમાં નામ બદલીને રહેતો હતો


નવેમ્બર 2020 બાદ પોલીસ તેને શોધતી હતી પરંતુ તે હાથ લાગતો નહોતો. યુપી પોલીસ મુજબ મનીષ બિહાર અને નેપાળમાં નામ અને ઠેકાણા બદલીને રહેતો હતો. આશરે દોઢ વર્ષ બાદ યુપી એસટીએફને મનીષ સિંહનું લોકેશન વારાણસીમાં હોવાનું મળ્યું હતું. જે બાદ તેને ઘેરવામાં આવ્યો હતો. આ દરમિયાને તેણે ફાયરિંગ કર્યુ હતું અને પોલીસની જવાબી કાર્યવાહીમાં ઠાર થયો હતો. યુપીમાં બીજેપી સરકારની વાપસી બાદ ઉત્તર પ્રદેશ પોલીસનું આ પ્રથમ એન્કાઉન્ટર છે.


આ પણ વાંચોઃ


Crime News: પત્ની પ્રેમિ સાથે ઘરમાં જ માણતી હતી શરીર સુખ, પતિ જોઈ ગયો ને પછી......