Hathras Stampede: ઉત્તરપ્રદેશમાંથી એક મોટી દૂર્ઘટનાની ખબર સામે આવી છે. યુપીના હાથરસ જિલ્લામાંથી એક દુઃખદ ઘટના ઘટી છે, અહીં સત્સંગમાં ભાગમાં આવેલા 27 લોકો નાસભાગમાં મૃત્યુ પામ્યા છે. ઇટાના ચીફ મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી હતી. મળતી માહિતી મુજબ, અહીં ભોલેબાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો, આ સત્સંગમાં ભાગદોડના કારણે આ દૂર્ઘટના સર્જાઇ છે. મૃતકોમાં કુલ 19 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઇટાહના સીએમઓ ડૉ.ઉમેશ કુમાર ત્રિપાઠીએ 27 મૃતદેહોની પુષ્ટિ કરી છે. માર્યા ગયેલા લોકોમાં 1 પુરુષ, 19 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.


મળતી માહિતી મુજબ હાથરસ જિલ્લાના સિકંદરરૌ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલરાઈ ગામમાં ભોલેબાબાના સત્સંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન અનેક ભક્તોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહોને એટાહ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.


પ્રત્યક્ષદર્શી રાકેશ પ્રતાપસિંહે જણાવ્યું કે હાથરસ જિલ્લાના સિકંદરરૌ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલરાઈ ગાબમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન આ અકસ્માત થયો હતો.


મળતી માહિતી મુજબ સત્સંગ સમાપ્ત થયા બાદ નાસભાગ મચી જવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. નાસભાગમાં અનેક લોકોના મોતની આશંકા છે. ભોલેબાબાના સત્સંગના સમાપન સમયે નાસભાગ મચી ગઈ હતી. એટાહ-હાથરસ સરહદના રતિભાનપુરમાં ભોલેબાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. ઘણા ઘાયલોને એટાહ મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા છે.


સીએમ યોગી આદિત્યનાથે આ દૂર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. હાથરસમાં થયેલા અકસ્માતની નોંધ લેતા મુખ્યમંત્રીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે.