વડોદરાઃ શહેરની યુવતીએ પતિ અને સાસરીવાળાા સામે શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. યુવતીએ પતિના અન્ય સ્ત્રી સંબંધ હોવાની શંકા સાથે ફરિયાદ કરી છે કે, તેનો પતિ કહે છે કે, તેણે તેના મા-બાપના કહેવાથી યુવતી સાથે લગ્ન કર્યા છે અને તેને પત્નીમાં કોઈ રસ નથી તેમજ તેને પત્ની તરીકે સ્વીકારવાનો પણ નથી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના વાઘોડિયા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીએ છૂટાછેડા પછી સંખેડાના યુવક સાથે બીજા લગ્ન કર્યા છે. તેમના પતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન પછી તરત જ સાસરીવાળાએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન પછી પતિ ફરવા લઈ જતો ન હતો. તેમજ ઘર છોડીને જવા પર, મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
પરિણીતાનો આક્ષેપ છે કે, પિયરમાં વાત કરવાની હોય તો પણ પતિની હાજરીમાં કરવી પડતતી. તેમજ પોતાને કામવાળીની જેમ કામ કરાવતા હોવાનું અને પૂરતું જમવાનું પણ ન આપતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરી પક્ષના 5 સભ્યો વિરૂદ્ધ સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવરાત્રિના તહેવારોમાં પોતાને ગરબા પતિ રમવા નહીં લઈ જતો હોવાનું અને પોતે ત્રણ વાગ્યા સુધી ઘરે નહીં આવતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. એટલું જ નહીં પતિ અવાર-નવાર ઢોરમાર મારીને ઘરની બહાર કાઢી ઘરનો દરવાજો બંધ કરી દેતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એટલું જ નહીં, પતિ તું મને છૂટાછેડા આપી દે નહીં તો તને બદનામ કરી અને હું પણ આપઘાત કરીને મરી જઈશ અને તારું નામ લખીશ. પતિએ ખોટા આક્ષેપો સાથે છૂટાછેડા માટેનો દાવો કોર્ટમાં દાખલ કર્યો છે.