Vadodara : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામ પાસે એક યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. લુણા ગામ પાસે આવેલી આમોલી કંપની પાસે એક ઝાડ નીચેથી 27 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતક યુવક  ઝારખંડનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે તેમજ  યુવકની હત્યા થઇ હોવાની આશંકા છે. 


મૃતક યુવકનું નામ મનોજ ચૌધરી છે અને યુવક સાથે રાત્રી દરમ્યાન કેટલાક લોકો સાથે જપાજપી થઈ હોવાનું પણ બહાર આવ્યું છે. યુવકના શરીર પર કેટલાક નિશાન પણ મળી આવ્યા છે.  પોલીસે શકમંદોની પૂછપરછ કરી અટકાયત પણ કરી છે. યુવકના મૃતદેહને પાદરા પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો ચા અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું  છે. 


અંબાજી મંદિરમાં ભક્તો સાથે છેતરપીંડીની ફરિયાદ
શક્તિપીઠ અંબાજી મંદિર બહાર ભક્તો સાથે છેતરપીંડી થતી હોવાની ફરિયાદના આધારે અમદાવાદના એક માઇભક્તે પ્રસાદી વેચનાર દુકાનદાર વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા વિભાગ તેમજ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી અમદાવાદના વ્યક્તિને  સુંધામાતા નામની દુકાનના દુકાનદારે “પાર્કિંગનો રસ્તો બતાવું એમ કહી કાર ઉભી રાખવી હતી અને કહ્યું કે જલ્દી જાઓ નહીંતર દર્શન નહીં થાય. અમારી દુકાનમાંથી પૂજાપો લઈ લો.” આવું કહ્યું. 


દુકાનદારના કહેવાથી ફરિયાદીએ પૂજાપાની એક ટોપલી રૂ.250 ના દરે એમ બે ટોપલી લીધી હતી. જયારે ફરિયાદી દર્શન કરીને પરત આવતા દુકાનદારને 500 રૂપિયા આયોટા દુકાનદારે દાદાગીરી કરી હતી અને  680  લેખે બે ટોપલીના રૂપિયા 1360 રૂપિયા પડાવી દુકાનદારને બિલ પણ આપ્યું હતું.  


દુકાનદારની આ દાદાગીરી સામે છેતરાયાનો અનુભવ થતા આ માઇભકતે પહેલા રક્ઝક કરી હતી અને હિસાબ માંગ્યો હતો. જો કે દુકાનદારે બરાબર જ ભાવ લીધા છે અમે કહેતા આ માઇભક્તે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રમાં તેમજ અંબાજી પોલીસ સ્ટેશનમાં દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. માઇભક્તની ફરિયાદના આધારે ગ્રાહક સલાહ સુરક્ષા કેન્દ્ર તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.